સગર્ભાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને પુત્રીનું જીવ બચાવતી કુકરમુંડા 108 ટીમ

Contact News Publisher

તાપી જીલ્લાની 108 દ્વારા સહાયનીય કામગીરી 

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : CHC કુકરમુંડા થી પ્રેગનેન્સીનો IFT કેસ તાપી જિલ્લાના કુકરમુંડા લોકેશન 108 ને મળ્યો હતો. જેમાં બાળક ઊધું હતું તેથી તમને વધુ સારવાર માટે સિવિલ નદુરબાર હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે જણાવેલ હતું. પરંતુ નંદરબાર જતી વખતે રસ્તા માં અચાનક પ્રસુતિનો દુઃખાવો વધુ ઉપડતા એમ્બ્યુલન્સ રસ્તાની સાઈડ ઉપર ઊભી રાખી તાત્કાલિક ડિલિવરી કરવાની ફરજ પડી હતી. અમદાવાદ હેડ ઓફીસ પર રહેલ ડોક્ટરની ટેલીફોનીક માહિતી લઇ અને સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હતી. તેમાં ડિલિવરી દરમિયાન બાળક ઊંધું આવતા અને બાળકના ગળામાંના વિંટળાયેલ જણાતા EmT મોગરા બેન ખુબજ સાવચેતી પૂર્વક નોર્મલ પ્રસ્તુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ નંદરબાર પહોંચાડવા આવ્યાં હતા.
દર્દી અને તેના સગા સંબંધી જોઈએ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનો આભાર માન્યો તથા ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી કુકરમુંડા 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઈપણ કટોકટી ના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સી માં બને તો તાત્કાલિક 108 ઈમરજન્સીનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *