તાપીની 108 ઈમરજન્સી સેવા ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રના બોર્ડરના લોકો માટે પણ પ્રાણ વાહિની
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજે પણ મહારાષ્ટ્ર ગુજરાત રાજ્ય અલગ થયું તને વર્ષો વતી જવા છતાં પણ મહારાષ્ટ્ર છેવાડાના સરહદી ગામડાંઓ માં પુરતી સુવિધા આપવામાં આવતી નથી આજે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે નવાપુર તાલુકાના લકકડકોટ ગામમાં રહેતા જે ગુજરાત રાજ્યનાં સોનગઢ તાલુકાની નજીક જ આવેલ છે. નિકીતાબેન અભિષેકભાઇ ગામીત ઉંમર વર્ષ ૧૮ તમને પ્રથમ વારની પ્રેગનેન્સી હોય અધુરા મહિને મધ્ય રાત્રિએ ડિલીવરીનો દુઃખાવો શરૂ થતાં તેમના પતિ દ્વારા ૧૦૮ નો સંપર્ક કરતા મહારાષ્ટ્ર ૧૦૮ સેવામાં કોલ લાગ્યો હતો ઘણો સમય વિતી જવા છતાં ૧૦૮ એમ્બ્યુલન્સ આવી નહીં ફરી કોલ કરતાં એમને જણાવવા માં આવ્યું કે તમને મહારાષ્ટ્ર ની ૧૦૮ સેવા મળી શકશે નહીં તમે તમારી રીતે વાહન વ્યવસ્થા કરી ને દર્દી ને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાવ એટલે અભિષેકભાઈ ગભરાય ગયેલ અને સોનગઢમાં રહેતા તેમના સાળા ઉમેશભાઈ ને જણાવ્યું હતું.ઊમેશભાઇ દ્વારા તરત જ ૧૦૮ માં કોલ કરવામાં આવ્યો જે ગુજરાત ૧૦૮ સેવામાં લાગ્યો અને સંપૂર્ણ ઘટનાની માહિતી આપી તરત જ તે કેસ સોનગઢ લોકેશન પર અસાઈન કરવામાં આવ્યો હતો જેવો કેસ મળતા તરત જ સોનગઢ લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સ નો સ્ટાફ ડોક્ટર સાજણભાઇ સિંધવ અને પાઇલોટ શૈલેષભાઈ તરત જ ઘટના સ્થળ પર જવા માટે નિકળી ગયેલ…. લકકડકોટ ગામમાં પોંહચીની દર્દીને લઈને હોસ્પિટલ જવા માટે નિકળીયા હતા અને રસ્તા માં અસહ્ય દુ:ખાવો વધતા મહિલાની એમ્બ્યુલન્સ માં ડિલીવરી કરાવી હતીને મહિલા નવજાત શિશુને જન્મ આપ્યો હતો. અધુરા મહિના હોવાથી બાળક બરાબર રડતું હતું નહીં અને ઓકિસજન પણ બરાબર લઈ શકતું ન હતું. બાળકને અને ઓકિસજન અને ન્યુ બોર્ન કેર આપી..મ બાળક અને માતા ને જરુરી સારવાર આપી સો પ્રથમ નજીકની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સોનગઢ ખાતે લઇ ગયેલ વધુ સારવારની જરૂર હોવાથી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડોક્ટર દર્દીને વ્યારા સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અત્યારે બાળક અને માતાની તબિયત સ્વસ્થ છે.
આમ કટોકટીના સમય પર ૧૦૮ દ્વારા બે જીવ બચાવવામાં આવ્યા હતા. મહિલાના પરિવાર દ્વારા ૧૦૮ સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો અને સોનગઢ લોકેશનની સારી કામગીરી કરવા બદલ તાપી જિલ્લાના EME મયંક ચૌધરી અને પ્રોગ્રામ મેનેજર અભિશેક ઠાકર દ્વારા શુભેચ્છાઓ અને સારી કામગીરી નોંધ લેવામાં આવી હતી.