તાપી જિલ્લામાં આગામી ૨૧ ઓગસ્ટ સુધી બૂથ લેવલ ઓફિસર દ્વારા મતદારયાદી અંતર્ગત ઘરે ઘર જઇ ચકાસણી કરવામાં આવશે
માહિતી બ્યુરો, તાપી તા.૨૪ તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા(અ.જ.જા) તથા ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ તમામ જાહેર જનતાને જણાવવાનું કે, મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીનું કાર્યાલય, ગુ.રા. ગાંધીનગર દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાનમાં તા.૨૧/૦૮/૨૦૨૪ (સોમવાર) સુધી બૂથ લેવલ ઓફિસર (BLOS) દ્વારા હાઉસ ટુ હાઉસ (H2H) ચકાસણી હાથ ધરવામાં આવનાર છે.
બૂથ લેવલ ઓફિસર (BLOડ) દ્વારા આપના ઘરની મુલાકાત લેવામાં આવે ત્યારે ઘરમાં રહેતા તમામ વ્યક્તિઓની વિગતો તેમને પૂરી પાડવા તથા ૧૮ વર્ષની વ્યક્તિનું ફોર્મ નં.૬ ભરાવવા તથા ઘરમાં કોઇ વ્યક્તિ મૃત્યુ પામેલ કે પરણીને કે ધંધા- રોજગાર અર્થે કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયેલ હોય તો તેની વિગતો આપી ફોર્મ નં.૭ ભરાવવા તથા તે ઘરમાં નવા પરણીને કોઇ વ્યક્તિ અન્ય સ્થળેથી આવેલ હોય તો તે વિગતો આપી ફોર્મ નં.૮ ભરાવવા તથા મુલાકાતે આવેલ BLO ને સંપૂર્ણ સાચી માહિતી આપવા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તાપી દ્વારા અનુરોઘ કરવામા આવ્યો છે એમ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000