સોનગઢ તાલુકાના માંડલ ગામની ૨૪ વર્ષીય યુવતીને ફોન ચાર્જમાં મુકવા જતા કરંટ લાગ્યો : ૧૦૮ની ટીમે જીવ બચાવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના માંડલ ગામની ૨૪વર્ષીય યુવતી આજ રોજ સવાર ના ૮ કલાકની આજુબાજુ ફોન ચાર્જમાં મુકવા માટે સ્વીચ બોર્ડ માં ચાર્જર નાખવા જતા કરંટ લાગ્યો અને બેભાન થઇને નીચે પડી ગઈ હતી એવામાં તરત જ કઈક પડવાનો અવાજ આવતા સાંભળીને તેની મોટી બેન ત્યાં પોહચી અને નાની બેન ને બેભાન જોઈને ને ખબર પડી ગઈ કે આને કરંટ લાગ્યો છે. એટલે તરત ૧૦૮ ને કોલ કરીયો તે કોલ માંડલ ગામની નજીક આવેલા ચોરવાડ લોકશન ની ૧૦૮ એમ્બ્યુલન્સ ને લાગ્યો અને જણાવ્યું કે ફોન ચાર્જ માં મુકવા જતા કરંટ લાગ્યો છે અને બેભાન થઈ ગઈ છે ૧૦૮ ના ઓન ડ્યુટી પાઇલોટ રાજેશ ગામીત અને ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન જેસલ આમલીયાર ઘટના સ્થળે તાત્કાલિક પોહચી અમદાવાદ હેડ ઓફિસ ના ડૉ.કૃષણા મેડમ ની સલાહ પ્રમાણે સારવાર આપી ૨૪વર્ષીય યુવતી નો જીવ બચાવ્યો,અને વધુ સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તે ૨૪ વર્ષીય યવતીનો નો જીવ બચી ગયો. તાપી જીલ્લા ૧૦૮ ના EME મયંક ચૌધરી અને પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર દ્વારા ચોરવાડ 108ના સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા છે

નોંધ: ચોમાસાની ઋતુમાં ખાસ કરીને ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ વધુ પડતી સાવધાની રાખીને કરવો જોઈએ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *