વ્યારા તાલુકાના ઘાટા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા જાગૃતતા અભિયાન રૂપે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી
માહિતી બ્યુરો, તાપી તા.18: સમગ્ર રાજ્યમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત તા.૧૫ જુલાઇ થી ૨૫ ઓગસ્ટ સુધી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩ની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ તથા ઇંચા.ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી દિપ્તી પટેલના નેતૃત્વમાં જિલ્લાના ગ્રામ્ય સ્થળોએ લોક જાગૃતિ અંગે વિવિધ પ્રવૃતિઓ યોજાઇ રહી છે.
તાજેતરમાં વ્યારા તાલુકાના ઘાટા ગામે ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા જાગૃતતા અભિયાન રૂપે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રવૃતિઓમાં સ્વચ્છતા રેલી, બાઇક રેલી, ડોર ટુ ડોર કચરા કલેકશન, ગ્રામજનો સાથે મીટીંગ, જેવી વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી હતી.
આ ઉપરાંત ભિંતચિત્રો, ભિંતસુત્રો, જેવી પ્રવૃતિઓમાં શાળાના બાળકોને જોડી તેઓને પણ સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કર્યા હતા.
આ સમગ્ર પ્રવૃતિઓમાં ગામના સરપંચશ્રી, સ્થાનિક પદાધિકારીઓ, વ્યારા તાલુકા વિકાસ અધિકારીશ્રી એફ.એમ.પઠાણ, સ્વચ્છ ભારત મિશન ગ્રામિણના કર્મચારીઓ તથા ગ્રામજનોનો સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે.
૦૦૦૦