ડાકણનો વહેમ રાખી પાડોશી મહિલાની હેરાનગતિમાં અસરકારક કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન આપતી ટીમ અભયમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે જણાવ્યુ કે તેમના પડોશમાં રહેતા બેન પીડિતાને ડાકણ કહી છેલ્લા 6 માસ થી રોજ બોલબોલ કરે છે અને ગાળા ગાળી કરે છે તેમજ મારાં પતિને ખાય ગયા, મારી ગાય ને ખાય ગયા આવી રીતે ઝગડા કરે છે. 6 માસ પેહલા તેમના પતિને પથરી ની બીમારીમાં તાત્કાલિક સારવાર ના મળવાને કારણે મૃત્યુ પામ્યા છે. છતાં તે પીડિતા અને ફળીયા વાળા સાથે રોજ ઝગડા કરી ગાળા ગાળી કરે છે, અપશબ્દો બોલે છે અને હેરાનગતિ કરે છે. પીડિત બહેનને તું ડાકણ છે તેમ કહી ઝગડો કરવા આવે છે. તેથી તેમને સમજાવવા ૧૮૧ ની મદદ લીધી હતી. આમ ૧૮૧ ટીમ દ્વારા બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કરવામા આવ્યુ અને બંને ને સમજાવતા પડોશી બહેનને સમજાવેલ કે કોઈ કોઈને ખાતું નથી અને મનુષ્યનું મૃત્યુ કોઈ વ્યક્તિ ના હાથમા નથી, જેથી આવી રીતે અંધશ્રદ્ધા થી કોઈ ની સાથે ઝગડા નહિ કરવા અને આજુબાજુ પાડોશી તેમજ ફળીયાવાળા સાથે હળીમળીને રહેવું અને ઝગડો ના કરે. તેમજ કાયદાકીય સમજણ આપી અને બેનની સ્થળ પર લેખિત બાહેધરી લઇ સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતં.