વ્યારા, સોનગઢ, સુરત ગ્રામ્ય અને મહારાષ્ટ્રના નવાપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના હોઇ, આજરોજ શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીએ વ્યારા પો.સ્ટે. પાર્ટ C ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૩૦૬૮૧/૨૦૨૩, પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપી હતી, જે આધારે અ.હે.કો. જગદીશ જોરારામ, એલ.સી.બી. તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓની વોચ/તપાસમાં હતા. તે દરમ્યાન અ.હે.કો. જગદીશ જોરારામને બાતમી મળેલ કે “વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે મુન્નો અશ્વીનભાઇ ગામીતનાનો સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર કાર નં. GJ-05-JB-4429 માં સોનગઢના મંલગદેવ ફાટા થઇ મહારાષ્ટ્ર રાજ્યમાં અવર-જવર કરે છે.” જે બાતમી આધારે સોનગઢ મલંગદેવ ફાટા ખાતે વોચમાં હતા તે દરમ્યાન આજરોજ સવારના સમયે મહારાષ્ટ્ર રાજ્ય તરફથી બાતમી હકીકતવાળી ઉપરોકત કાર આવતા ટીમના તમામ પોલીસ માણસોએ તે કારને આયોજન પુર્વક કોર્ડન કરી રોકી લઇ કારમાં જોતા ડ્રાઇવર સીટ ઉપર વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે મુન્નો અશ્વીનભાઇ ગામીત, રહે.ટીચકપુરા ગામ દાદરી ફળીયુ તા.વ્યારા જી.તાપી બેસેલ હોય આ ઇસમ વ્યારા પો.સ્ટે.ના ઉપરોકત ગુનામાં વોન્ટેડ હોય આ આરોપીની વધુ પુછપરછ કરતા (૧) સોનગઢ પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૨૧૬૪૯ ૨૦૨૨ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી), મુજબ (૨) સોનગઢ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.-૧૧૮૨૪૦૦૪૨૨૧૭૭૬/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ તથા સુરત ગ્રામ્ય જીલ્લા ત્રણ પોલીસ સ્ટેશનના ગુનામાં તથા મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હોવાનું જણવાતો હોય, આ આરોપીને તા.૧૪/૦૭/૨૦૨૩ ના રોજ પકડી પાડી અટક કરવામાં આવેલ છે. હાલ આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એલ.સી.બી. તાપી કરી રહેલ છે.
કામગીરી કરનાર ટીમ:
અ.હે.કો.જગદીશભાઇ જોરારામ, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા પેરોલ ફર્લોના અ.હે.કો.બીપીનભાઇ રમેશભાઇ તથા અ.પો.કો.રાહુલભાઇ દિગમ્બરભાઇએ કામગીરી કરેલ છે.