કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 14 જુલાઇ 2023 ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા ચાલતું વઘઇ સ્થિત કૃષિ મંદિર તરીકે ઓળખાતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ના રાજેન્દ્ર્પુર ફાર્મ ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વન મહોત્સવમાં કેન્દ્ર્ના ડો. જે. બી. ડોબરિયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા દ્વારા કે.વી.કે. સ્ટાફ અને ખેડૂતોને વન મહોત્સવ શા માટે ઉજવવાનો, જળ, જંગલ, અને જમીનનું સંરક્ષણ કરવાનો તથા વૃક્ષના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં લીમડો, સરગવો, પીપળો, કદમ, અર્જુન સાદડ, વડ, ફણસ, સેવન, ચેરી અને કમરક જેવા છોડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇની ટિમ દ્વારા વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 04 ભાઈઓ 20 બહેનો અને 07 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર્ના કર્મચારીઓ એમ મળીને કુલ 31 લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ડાંગ જિલ્લાને હરિયાળો રાખવા અને જંગલ બચાવવા માટે સૌ કટિબંધ થયા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other