જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

Contact News Publisher

માહિતી બ્યુરો, તાપી તા.14: આજ રોજ તાપી કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની બેઠક જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી. બેઠકમાં નેશનલ હેલ્થ મિશન હેઠળના આરોગ્યલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

જેમાં ગવર્નીંગ બોડી (ડી.એચ.એસ.) કમિટિ અને સંચારી રોગ કમિટી અંતર્ગત વર્ષઃ2022-23માં થયેલ કામગીરીની ગત વર્ષ સાથે સરખામણી સહ એ.એન.સી. રજીસ્ટ્રેશન, અર્લી એ.એન.સી., ડિલિવરી, ઈમ્યુનાઈઝેશન, કુટુંબ કલ્યાણ, ટી.બી., લેપ્રસી, મેલેરીયા, નોન કોમ્યુનીકેબલ ડિસીઝ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કમિટિ અંતર્ગત દર માસે 9મી તારીખ અને 24 તારીખે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત જોખમી સગર્ભા માતાની તપાસ કરવામાં આવે છે. જે અંતર્ગત થયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આ સાથે ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઈમ્યુનાઈઝેશન (ડી.ટી.એફ.આઈ.) અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

ડિસ્ટ્રીક્ટ કમિટિ ફોર એડોલેશન્ટ હેલ્થ કમિટિ અંતર્ગત 10 થી 19 વયજુથના બાળકોના આરોગ્ય શિક્ષણ અંગે ચાલી રહેલ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરી અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ કમિટિ અંતર્ગત સરકારી આરોગ્ય સંસ્થાઓ સરકારશ્રીના ધારાધોરણ મુજબ કામગીરી કરવામાં આવે છે કે કેમ? તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તાપી જિલ્લાની પ્રા.આ.કે. માયપુર અને ચાંપાવાડી NQAS Certified સંસ્થા જાહેર થયેલ છે જે બાબતને વધાવી લેવામાં આવી તથા અન્ય તમામ સંસ્થાઓ પણ NQAS Certified બને તે માટે કામગીરી હાથ ધરવા માટે કલેક્ટરશ્રી દ્વારા સુચના આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત માર્ચ-2023 અંતિત થયેલ કામગીરી અંગે, સિકલસેલ એનિમિયાં કંટ્રોલ પ્રોગ્રામ કમિટિ અંતર્ગત જિલ્લામાં સિકલસેલ રોગના દર્દીઓ તથા સિકલસેલ દર્દીઓને વિકલાંગતાનું સર્ટીફિકેટ ઈશ્યુ કરવાની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ડિસ્ટ્રીક્ટ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટિ અંગેની યોજાયેલ મીટીંગમાં આજદિન સુધીમાં ઈશ્યુ કરવામાં આવેલ PMJAY Card, અને ક્લેઈમ્સ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પાઉલ વસાવા દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી તમામ બેઠકનું સંચાલન કરવામાં આવ્યું હતું. બેઠકમાં અરોગ્ય વિભાગના સંલગ્ન શાખાઓના ઉચ્ચ અધિકારીશ્રી-કર્ચચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other