કુકરમુંડાનાં ફૂલવાડીમાં ગટરના અભાવે ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યું !!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામપંચાયત ફૂલવાડીમા સમાવેશ ખાટીક ફળિયામાં ગટરના આભવના કારણે પુરી ગલીમાં વરસાદી પાણી જોવા મળ્યું. ગલીમાં રહેનાર એવા સુરેન્દ્રભાઈ જાત્રુભાઈ પાડવીના ઘરમાં પાણી ભરાય જતા ઘરમાં અનાજ અને બીજી ચીજવસ્તુ પણ ભીની થઈ ગઈ હતી. સરકારશ્રી દ્વાર  14માં નાણાંપંચ યોજના અને ૧૫માં નાણાંપંચ યોજનામાં ગટર જેવી યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. પરંતુ સ્થાનિક અધિકારી દ્વારા જ્યાં ગટર બનવાનું હોય ત્યાં ગટર બનાવામાં આવેલ નથી. સ્થાનિક અધિકારીઓ અને તાલુકા પંચાયતના અધિકારીઓની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. તેમજ ઘરોમાં પાણી ભરાય જતા ઘરની મહિલાઓ દ્વારા  ઘરોમાંથી જાતેજ પાણી બહાર કાઢવવામાં આવે છે.૧૪માં નાણાંપંચ યોજના અને ૧૫માં નાણાંપંચ યોજનામાં તપાસ કરવામાં આવે તો ખુબજ પ્રમાણમાં ભ્રષ્ટ્રાચાર બહાર આવી શકે છે જે નકારી ન શકાય ? વરસાદી પાણીનો નિકાલ કરવામાં માટે સરકારશ્રી દ્વરા યોજનાઓ બહાર પાડવામાં આવે છે પરંતુ ગ્રામપંચાયતના અને તાલુકા પંચાયતના અધિકારીઓ દ્રારા ગરીબ આદિવાસીઓના ઘરના આંગણામાં એક પણ ગટર ના બનાવી શકતી હોય તે શું કામનું ? શું ફક્ત જનતાને પરેશાન કરવા માટે જ ખુરશી પર બેસેલા છે અધિકારીઓ ? એવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહયા છે. એક કહેવત છે ને ચલતા હે! ચલને દો ની નીતિ બરકરાર રાખશે સ્થાનિક અધિકારીઓ ? કે પછી તંત્ર દ્વરા રુબરૂ મુલાકાત કરવામાં આવશે અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ગટર બનાવી આપવામાં આવશે ખરી ? આવનાર સમયમાં ખબર પડશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other