કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા ‘ઇન્ડિયન મેજર કાર્પ પ્રજજન પદ્ધતિ” વિષય પર બે દિવસીય કાર્યશાળા યોજાઇ
Contact News Publisher
માહિતી બ્યુરો, તાપી તા.૧૨: સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા ‘ઇન્ડિયન મેજર કાર્પ પ્રજજન પદ્ધતિ” વિષય પર તારીખ ૧૨ થી ૧૩ જુલાઈ, ૨૦૨૩ બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કામધેનુ યુનિવર્સીટી દ્વારા યોજાયેલ આ કાર્યશાળાનો મુખ્ય ઉદેશ્ય ઇન્ડિયન મેજર કાર્પ (કટલા, રોહુ, મ્રિગલ) માછલીના પ્રજજન કરી રાજ્ય માટે નવા ઉત્તમ ક્વાલીટીના બિયારણની પૈદાશ કરવા માટે નવા ઉદ્યોગસાહસિકો તૈયાર કરવાનો છે.
૦૦૦૦૦૦૦