તાપી જિલ્લાના વ્યારા નગર પાલિકા દ્વારા સ્વનિધિથી સમૃધ્ધિ કેમ્પ યોજાયો
“Citizen Engagement Program” અંતર્ગત બેંકો દ્વારા દરેક ગ્રામ પંચાયતમાં ડીજીટલ અવેરનેશ માટે વિવિધ જગ્યાએ કેમ્પનું આયોજન-લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવા
–
માહિતી બ્યુરો,તાપી તા.11 ભારત સરકારશ્રીના આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા PM SVANidhi યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારને સરકારની અન્ય યોજનાઓ સાથે જોડી તેનો લાભ આપી શકાય તે હેતુથી Socio-Ecomonic Profile બનાવવા માટે “સ્વનિધિ સે સમૃધ્ધિ” કાર્યક્રમ અલમમાં મુકવામાં આવેલ છે.
જેને અનુલક્ષીને તાપી જિલ્લાના વ્યારા નગર પાલિકા દ્વારા તાજેતરમાં “સ્વનિધિ થી સમૃધ્ધિ કેમ્પ” કાર્યક્રમ વ્યારા નગરપાલિકાના રમત-ગમત સંકુલ ખાતે યોજવામાં આવ્યો હતો.
કેમ્પમાં લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા G-20 નું પ્રમુખપદ સ્વીકારવામાં આવેલ છે. જેના અંતર્ગત G-20 નું પ્રતિનિધિ મંડળ ૧૪ થી ૧૮ જુલાઇ દરમ્યાન ગુજરાત રાજયની મુલાકાતે આવનાર છે. તાપી જિલ્લામાં આગામી તા: ૨૧/૦૭/૨૦૨૩ સુધી “Citizen Engagement Program” અંતર્ગત બેંકો દ્વારા દરેક ગ્રામ પંચાયતમાં ડીજીટલ અવેરનેશ માટે વિવિધ જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બેંકો દ્વારા જીવનજ્યોતિ વીમા યોજના, જીવન સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજનામાં વધારે ને વધારે લોકો જોડાય તે માટે દરેક બેંકોને Digital Payment/Transaction અંગે માર્ગદર્શન આપવા બ્રાંચ લેવલે સ્ટોલની મુલાકાત લેવા અપીલ કરી હતી.
પુરવઠા વિભાગમાંથી ઉપસ્થિતિ નાયબ મામલતદારશ્રી જીગનેશભાઇ ચૌધરી દ્વારા તેમના વિભાગની યોજના વિશે માહીતી આપી લોકોને લાભ લેવા અપીલ કરી હતી.
જીલ્લા શ્રમ અધિકારીશ્રી કચેરીમાંથી અને આરોગ્ય વિભાગમાંથી ઉપસ્થિતિ અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા તેમના વિભાગની યોજના વિશે માહીતી આપી લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કારોબારી અધ્યક્ષશ્રી “શ્રીકુલીનભાઇ પ્રધાન” દ્વારા લાભાર્થીઓને યોજનાઓ વિશે સંક્ષિપ્તમાં સમજૂતી આપી હતી
શાસક પક્ષના નેતાશ્રી કલ્પેશભાઇ ઢોડીયા દ્વારા ઓનલાઇન થતા ફ્રોડ/છેતરપીંડી વિશે લાભાર્થીઓને જાગૃત કર્યા હતા.
ચીફ ઓફિસરશ્રી વંદનાબેન ડોબરીયા દ્વારા તમામ ઉપસ્થિત લાભાર્થીઓને સરકારશ્રીની તમામ યોજનાનો લાભ લેવા ખાસ અનુરોધ કરાયો હતો.
આ પ્રસંગે વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી વંદનાબેન ડોબરીયા, કારોબારી અધ્યક્ષશ્રી શ્રીકુલીનભાઇ પ્રધાન, લીડ બેંક મેનેજરશ્રી શ્રીરસિક જેઠવા, ટાઉન પ્લાનિંગ ચેરમેનશ્રી પરેશભાઈ શાહ, શાસક પક્ષના નેતાશ્રી શ્રીકલ્પેશભાઇ ઢોડીયા, એનયુએલએમ શાખા મેનેજરશ્રી મયંકકુમાર ચૌધરી, શ્રમ અધિકારીશ્રી કચેરી તાપીના કર્મચારીશ્રીઓ, બેંકનાં કર્મચારીશ્રીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ અને પી.એમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ તેમના પરિવારસહિત સ્વનિધિ થી સમૃધ્ધિ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦