પદ્મશ્રી રમીલાબેન ગામીતે ગાંધીનગર ખાતે વિવિધ મંત્રીશ્રીઓ તથા સચિવશ્રીઓ સાથે મુલાકાત લઇ સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી
આદિવાસી ક્ષેત્રને વિકાસ અને ધંધા, રોજગારી, મહિલા જાગૃતિ અભિયાન જેવા ઘણા મુદ્દાઓ અંગે સ્થાનિક પ્રશ્નો અને તેને અનુલક્ષીને ઉપાયો અંગે ચર્ચા કરતા પદ્મશ્રી રમીલાબેન ગામીત
–
માહિતી બ્યુરો,તાપી તા.11 પદ્મશ્રી રમીલાબેન ગામીતે તાજેતરમાં ગાંધીનગર ખાતે વિવિધ મંત્રીશ્રીઓ તથા સચિવશ્રીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. એમાં શિક્ષણ વિભાગનાં મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાથે આદિવાસી બાળકો માટે વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરી હતી. ત્યાર બાદ સામાજિક ન્યાય અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સાથે તાપી જિલ્લાની મહિલાઓ માટે રોજગારી ક્ષેત્રે, મહિલા સશક્તિકરણની બાબતો અંગે ચર્ચા કરી હતી. ગુજરાત સરકારના નાણાં, ઉર્જા મંત્રીશ્રી કનુભાઇ પટેલ સાથે વિવિધ ચર્ચા કરી હતી.
આ સાથે ગુજરાત રાજ્ય કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાથે ઓર્ગેનિક ખેતીના તાપી જિલ્લામાં વિવિધ શિબિરોના આયોજન અંગે તથા આદિવાસી વિસ્તારમાં વધુમાં વધુ ભાઈ-બહેનો ઓર્ગેનિક ખેતી કરે એ માટે વિવિધ યોજના લાવી કામગીરી હાથ ધરવા અપીલ કરી હતી. આમ, ગુજરાત સરકારનાં વિવિધ મંત્રાલયના મંત્રીશ્રીઓ સાથે પદ્મશ્રી રમીલાબેન ગામીતે મુલાકાત લઇ આદિવાસી ક્ષેત્રને વિકાસ અને ધંધા રોજગારી, મહિલા જાગૃતિ અભિયાન જેવા ઘણા મુદ્દાઓ અંગે સ્થાનિક પ્રશ્નો અને તેના અનુલક્ષીને ઉપાયો અંગે મંત્રીશ્રી સહિત વિવિધ સચિવશ્રીઓ સાથે ચર્ચા કરી હતી.
0000000