તાપી જિલ્લા ખેડુતો જોગ : અનુ. જનજાતિના ખેડૂતોને ફળપાક પ્લાનટીંગ મટીરીયલ- પ્લગ નર્સરી યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
૩૧ જુલાઇ સુધી આઈ- ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી સકાશે
…………
માહિતી બ્યુરો,તાપી તા.10 તાપી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ આપવામાં આવી રહ્યા છે. જેમાં સરકારની સહાયલક્ષી યોજના વનબંધુ પ્લાનટીંગ મટીરીયલ-૨ યોજનામાં લાભ લેવા માંગતા ખેડૂતો માટે તારીખ ૩૧/૦૭/૨૦૨૩ સુધી આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ છે.
આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોએ નર્સરી ઓછામાં ઓછા ૨૦૦ ચો. મી. તથા વધુમાં વધુ ૫૦૦ ચો. મી. ની મર્યાદામાં પ્રતિ ચો. મી. ના રૂ. ૬૦૦ (રૂ. ૫૪૦ સ્ટ્રક્ચર માટે અને રૂ. ૬૦ પ્લાનટીંગ ટ્રે, બિયારણ, વગેરે ખરીદી) મુજબ ૫૦૦ ચો. મી.નાં કુલ રૂ. ૩.૦૦ લાખ ખર્ચના ૯૦% મુજબ રૂ. ૨.૭૦ લાખની સહાય અપાશે. નર્સરી નું સ્ટ્રકચર એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે.લાભાર્થીદીઠ તેમજ ખાતાદીઠ આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે.
જે બાગાયતદાર ખેડૂતો લાભ લેવા માંગતા હોય તે પોતાના ગામના ઇ- ગ્રામ સેંટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટનાં માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.તેમ બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
અરજી કર્યા બાદ ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સંબંધિત સાધનિક કાગળો (૮- અ, ૭ -૧૨ ની નકલ, આધારકાર્ડ, બઁક પાસબૂકની નકલ, જાતિનો દાખલો) સહિત ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર, પાનવાડી, તાપી ખાતે જમા કરાવવાના રહશે છે. વધુ માહિતી માટે અત્રેની કચેરીનો ૦૨૬૨૨૬- ૨૨૧૪૨૩ પર સંપર્ક કરવાનો રહશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી, તાપીની અખબાર યાદીમાં જણાવાયું છે.
0000000000000