માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારામાં અલુણા નિમિત્તે ટ્રેડિશનલ ડ્રેસ અને આરતી શણગાર સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારામાં અલુણા નિમિત્તે આરતી શણગાર સ્પર્ધા યોજાઈ હતી.પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં નીચેના વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા હતા.
પ્રાથમિક વિભાગમાં વેદાંત કાયસ્થ,નક્ષ ઠકકર,ચૈતન્ય,ઓમ માવણી,પંથ ટેલર, આયશા અન્સારી,તનુ શર્મા, અને માનસી ભોયે વિજેતા રહયાં હતા. માધ્યમિક વિભાગમાં તન્વી પટેલ, હેત્વી નાઈક, શિવાંગી પટેલ, જયોતિકા ગામીત, મીત રાજપૂરોહિત, જોયેલ ગામીત, મયન પટેલ, અનિકેત પટેલ, નીલ ગામીત અને રૂદ્ર રાઠોડ વિજેતા રહયાં હતા. ઉચ્ચત્ત૨.માધ્યમિક વિભાગમાં કેયુર ગામીત, મિતાન્સુ ચૌધરી, રવિન ડામોર, યશ્વી ચૌધરી,અર્પણા વસાવા,સ્નેહલ વસાવા,અને યશ્વી પટેલ વિજેતા રહયાં હતા.
સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલા વિધાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. શાળાનાં કો–ઓર્ડિનેટરશ્રી જયેશભાઈ પારેખ, ઈ.આચાર્ય શ્રી દ્રષ્ટિબેન શુકલનાં હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. રિફાઈને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.શાળાના ચેરમેનશ્રી અજયસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.