દિન વિશેષ : ૩જી જુલાઈ “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ”

Contact News Publisher

પર્યાવરણમાં થઈ રહેલા અસાધારણ બદલાવ માટે પ્લાસ્ટિક પણ જવાબદાર
——
“આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ” પર તાપી જિલ્લાના નગરજનોને અપીલ : પ્લાસ્ટિકની થેલીને કહો ના, કાપડની થેલીને કહો હા’
——
તાપી જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની સૌ પ્રથમ પહેલ કરનાર ડોલવણ તાલુકો
——
સ્વચ્છ ભારત મિશન દ્વારા પ્લાસ્ટિકના વૈકલ્પિક ઉપયોગ તરીકે કાપડની થેલી પર વિશેષ ભારણ
——
આલેખન :- સંગીતા ડી. ચૌધરી
——
માહિતી બ્યુરો, તાપી તા.૦૩ :- પ્લાસ્ટિકની થેલી-બોટલો, ચમચી, ગ્લાસ અને પ્લેટ્સનો ઉપયોગ કર્યા બાદ જો તેનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો પર્યાવરણમાં અસાધારણ બદલાવ આવી શકે છે. પ્લાસ્ટિક વિશ્વ માટે સ્લો પોઇઝન તરીકે વાર કરી રહ્યું છે. તેથી જ ભારત દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે.

વિજ્ઞાનનું આધુનિક સંશોધન પ્લાસ્ટિક માનવીના રોજિંદા જીવનનો એક ભાગ બન્યું છે. શરૂઆતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો માટે ફાયદાકારક રહ્યો પરંતુ સમય જતા પ્લાસ્ટિક પર્યાવરણમાં અસાધારણ પરિવર્તનો નજરે પડ્યા. પ્લાસ્ટિકને સંપૂર્ણપણે નષ્ટ થતા હજારો વર્ષો લાગે છે. પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગ પર નિયંત્રણ લાવવા ઝીરો વેસ્ટ યુરોપ બેગ ફ્રી વર્લ્ડ દ્વારા વર્ષ ૨૦૦૯ થી આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરીને લોકોને પ્લાસ્ટિકનો ન્યૂનતમ તથા નહિવત ઉપયોગ કરવા અંગે જાગૃત કરવામાં આવે છે.

વૈશ્વિક પહેલ બની રહેલ આ અભિયાનની ઉજવણી દર વર્ષે ૩જી જુલાઈના રોજ વૈશ્વિક્સ્તરે થાય છે. જેનો આશય લોકોમાં પ્લાસ્ટિક અને તેનાથી પર્યાવરણને થઈ રહેલા આડઅસર વિશે પરિચિત કરાવવાનો છે. પ્લાસ્ટિકની જગ્યાએ પર્યાવરણને અનુકૂળ પેપર અથવા કપડાની બેગનો ઉપયોગ કરવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવા માટે જાગૃત કરવામાં આવે છે.

દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ અને વિઝનરી નેતૃત્વ હેઠળ ભારતભરમાં વર્ષ ૨૦૧૪ માં સ્વચ્છ ભારત મિશનની રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રીએ આ અભિયાનમાં જોડાવવા દેશવાસીઓને આહવાન કર્યું હતું. જોતજોતામાં હજારો, લાખો, કરોડોની સંખ્યામાં લોકો આ અભિયાનમાં જોડાયા અને આજે સ્વચ્છ ભારત મિશન એક જનાંદોલનમાં પરિણમ્યુ છે.

વર્ષ ૨૦૧૪-૧૯ દરમિયાન શૌચાલયના ઉપયોગ, શૌચાલયની જાળવણી અને સ્વચ્છતા પર વિશેષ ભાર આપી લોકોની જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવાની કામગીરી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯ માં શરૂ થયેલા બીજા તબકકામાં ઘન-પ્રવાહી કચરા વ્યવસ્થાપન અને ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે.

તાપી જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગની એક મહત્વની પાંખ કહી શકાય એવી સ્વચ્છ ભારત મિશનની ટીમ પણ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનવવા પર વિશેષ ભાર આપીને ગામે ગામ લોકોને પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવા તેમજ ગામમાંથી ભેગો થયેલ પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે સેગ્રીગેશન સેડ થકી વ્યારા સ્થિત ઘન કચરા વ્યવસ્થાપન કેન્દ્ર પર લઈ જઈ પર્યાવરણમાં થઈ રહેલા બદલાવને રોકવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

સ્વચ્છતા સર્વોપરીના મંત્ર સાથે ડોલવણ ગામ ODF પ્લસ તરફ અગ્રેસર
થઈ ડોર ટુ ડોર કલેક્શનની સરાહનીય કામગીરી કરી રહ્યું છે. ડોલવણ ગામના દરેક ઘરમાંથી કચરો ભેગો કરી સેગ્રીગેશન શેડ પર એકત્રિત કરવામાં આવે છે. તેમાંથી પ્લાસ્ટિકને છૂટો પાડીને અલગ વ્યારા નગરપાલિકાના રિસોર્સ રિકવરી સ્ટેશન ખાતે મોકલવામાં આવે છે. જ્યાં તેને રિસાયકલ કરવા સહિત પ્લાસ્ટિકમાંથી અનેકવિધ ચીજવસ્તુઓ બનાવી તેનો અસરકારક ઉપયોગ કરવામાં આવે છે.

નોંધનીય છે કે, આઝાદી કા અમૃત મહોત્સવને અનુલક્ષીને તાપી જિલ્લાના ૭૫ ગામોએ પ્લાસ્ટિક કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ઘન કચરા વ્યવસ્થાપન યુનિટ વ્યારા સાથે MOU કર્યા હતા. જેને અનુલક્ષીને ડોલવણ તાપી જિલ્લાનું એકમાત્ર ગામ બન્યું જેને અંદાજીત ૬૦૦ કિલો પ્લાસ્ટિક કચરો ભેગો કરી તેને રિસાયકલિંગ માટે ઘન કચરા વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે મોકલીને અન્ય ગામો માટે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ હતું.

તાપી જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલ ડોલવણ ગામથી જ થઈ છે. સ્વચ્છ ભારત મિશનની સંપૂર્ણ ટીમે કુશળતાપૂર્વક ગ્રામજનોને પ્લાસ્ટિકના નુકસાન અંગે સમજણ પુરી પાડીને પ્લાસ્ટિકના વૈકલ્પિક ઉપયોગ અંગે જાગૃત કરવામાં આવે છે. ડોલવણ સહિત મોટા ભાગના ગામોમાં નાગરિકો જાગૃત છે. સખીમંડળ દ્વારા પણ કાપડની થેલીઓ તૈયાર કરીને આવક મેળવીને સાચા અર્થમાં આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કરી રહી છે.

ડોલવણમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપનાનું આયોજન છે. જ્યાં ડોલવણ ગામ સહિત સંપૂર્ણ તાલુકાના બધા ગામોમાંથી પ્લાસ્ટિક કચરો ભેગો કરી, તેમાંથી પ્રોડક્ટ બનાવવામાં આવશે. સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં ડોલવણ ગામમાં પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન સહિત પ્રવાહી કચરા વ્યવસ્થાપનની કામગીરી પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યું છે.

0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other