કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેફામ રેતી ખનન અંગે મામલતદારને આવેદનપત્ર આપ્યું
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને કૂકરમુંડા તાલુકામાં ચાલતી બેફામ રેતી ખનનની ચાલતી લીઝો ની માહિતી મેળવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદન પત્ર મુજબ તાલુકામાં 95 ટકા આદિવાસી વસતિ ધરાવતા લોકો હોવા છતા છેલ્લા ઘણા વર્ષોથી બિન આદિવાસી લોકોને લઈને ફાળવણી કરવામાં આવે છે તેમજ જેટલી જ તાલુકો પરમિશન નામે સર્વે નંબરની જગ્યા છોડીને અન્ય જગ્યાએ નાખી રેતી કાઢવાનું કામ કરવામાં આવે છે અમો દ્વારા આપ સાહેબને નીચે મુજબના પ્રશ્નોની માહિતી મેળવવા જરૂરી બને તે હેતુથી આવેદનપત્ર આપવામાં આવે છે.
-મોજે કુકરમુંડા તાલુકા માં કેટલી લીઝોની મંજૂરી આપવામાં આવી છે જેમનું નામ આપવા.
– કુકરમુંડા તાલુકામાં ચાલતી લીઝો કઈ કઈ ગ્રામ પંચાયતની સીમમાં આવેલ છે તે વિસ્તારનું નામ જણાવવા.
– કુકરમુંડા તાલુકામાં ચાલતી લીઝો ને કબજા રસીદની માહિતી આપવા.
-સ્થાનિક કૂકરમુંડા ના કેટલા લોકોને પરવાનગી મળે છે કે નહીં તેની માહિતી આપવા.
-કુકરમુંડામાં આવેલા જેતે લીઝની જગ્યાએ સીસીટીવી કેમેરાની સગવડ છે કે નહીં તેની માહિતી. આપવા વગેરે મુદ્દાઓ સાથે આજરોજ કુકરમુંડા તાલુકા મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વધુમાં ઉપર મુજબના પ્રશ્નોનો જવાબ તાત્કાલિક ધોરણે આપસો એવું તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજ દિન સુધી રેતી ખનન દ્વારા મોજે કૂકરમુંડા તાલુકાની કુદરતી સંપત્તિનો નાશ કરવામાં આવી રહ્યો છે. અને જે તે વિસ્તારના પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છ. સાદી રીતે કાઢવાની પરવાનગી મળેલ હોવા છતા છેલ્લા ઘણા સમયથી મશીનો દ્વારા તાપીમાંથી કાઢવામાં આવે છે. કુકરમુડા તાલુકાના ગામોમાંથી પસાર થતી ટ્રકો દ્વારા ગામોના રસ્તાઓ પણ તદ્દન ખાડા વાડા બનાવી દેવામાં આવ્યા છે. વગર રોયલ્ટી એ પણ રાત્રે ટ્રકો પસાર થાય છે એટલે કે સીધું જણાય આવે છે કે રેકેટ ચાલી રહ્યું છે. આ રેકેટ રેતી માફિયાઓ દ્વારા ચલાવવામાં આવે છે એવું જણાય છે. જેથી આપ સાહેબ શ્રી ને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરશો એવી નમ્ર અરજ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જો તેમ કરવામાં તંત્ર નિષ્ફળ જશે તો આવનારા સમયમાં કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંસક આંદોલન કરવામાં આવશે. જેની જવાબદાર તંત્ર એ જાણ લેવી.
આ બાબતે કુકરમુંડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ઇન્દીરાબેન કલ્યાણદાસ જણાવ્યું હતું કે આ રેતી માફિયા તાલુકા કે ગામ લેવલના વ્યક્તિના નામે લિઝ મંજૂર કરતા નથી અને તાલુકા કે જિલ્લા બહારના આદિવાસીઓના નામે જ મંજૂર કરી અહીં તાપી કિનારે રેતી કાઢવા માટે પડ્યા પાથર્યા રહે છે. અને જ્યારે આ વિસ્તારના લોકો થી ચૂંટાયેલા પ્રતિનિધિ પૂછે ત્યારે જણાવે છે કે અમે આ લીઝો ઠેઠ ગાંધીનગરથી મંજુર કરાવી લાવ્યા છે. તેથી તમારે જ્યાં જવાનું હોય ત્યાં જઈ શકો છો. અમારું તમે કાંઇ ના બગાડી શકો એવું જણાવે છે. વધુમાં જણાવતા કહ્યું હતું. અને માફિયા દિવસે રાતે તાપી કિનારાની અને તાપીમાંથી ઉઠાવતી રેતી ઉઠાવે છે એ બાબતે જવાબદાર તંત્ર એવા મામલતદાર, જિલ્લા કલેક્ટર આ બાબતે મૌન કેમ છે ?
આ બાબતે જવાબદાર તંત્ર લીઝ ધારકો સામે લાલા કરે તો દિવસ-રાત ખનન થતી રેતી અને જે રોયલ્ટી ચોરી થાય છે તે બહાર આવી શકે એમ છે. કારણ કે આવા બે નંબરના તત્વો સામે અહીંનો જવાબદાર તંત્ર મૌન છે તે કયા કારણ સર છે. તે ખૂબ જ દુઃખદાયક છે જેથી અમો આવેદનપત્ર દ્વારા જવાબદાર અધિકારી કાર્યવાહી કરવી જરૂરી છે જેથી કરી રેતીની ચોરી થતી અટકાવી શકાય અને સરકારી તિજોરી ની જે આવક થાય છે તેમાં વધારો થાય તેવું જણાવ્યું હતું.