નિઝર : ખેરવા ગામે વર્ષો જૂની રૂઢિ પરંપરા પ્રમાણે ગોવાળ દેવની પૂજા અર્ચના કરાઈ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.૦૨/૦૭/૨૦૨૩ રવિવારના રોજ ખેરવા ગામે વર્ષો જૂની રૂઢિ પરંપરા પ્રમાણે ગોવાલ દેવના નામે પૂજા પાઠ કરવામાં આવી. આ દિવસ વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે. જે આજ દિન સુધી ચાલી રહેલી આદિવાસી સમાજની પ્રથા છે. વર્ષો પહેલાં જ્યારે માણસોની વસ્તી ખૂબ જ ઓછી અને ખૂબ મોટા ગાઢ જંગલો હોવાથી જંગલમા હિંસક પ્રાણીઓની વસ્તી વધારે હોવાથી પાલતું પ્રાણી અને માનવોને ખૂબજ ત્રાસ પડતો હોવાથી આગલા પૂર્વજોએ અષાઢ સુદ ચૌદસના દિવસે ગોવાળ દેવને મનાવવાનું નક્કી કર્યું. જે બધાની રક્ષા કરે, વડીલોના જાણકારી મુજબ કૃષ્ણ ભગવાન ગાયો ચરવાતા હોતા ગોવાળ તરીકે બિરાજયા જેથી કરીને આ ગોવાળ દેવની પૂજા એટલે કૃષ્ણ ભગવાનની પૂજા થાય છે. જેઓ જંગલોમાં પાલતુ પ્રાણી અને માણસોની રક્ષા કરે છે એવું માનવામાં આવે છે. આ દિવસે ગામના બધા લોકો ખેતીકામ અથવા કોઈ અન્ય કામ બંધ કરી ગોવાળ દેવની આરાધના કરે છે.