પદ્મશ્રી રમીલાબેન ગામીતના અધ્યક્ષસ્થાને બંધારપાડા ખાતે “સિકલ સેલ એનિમિયા કાર્ડ વિતરણ” કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

”આદિવાસી સમાજ માટે સિલકસેલ મોટામાં મોટી સમસ્યા છે તેના માટે જાગૃત બનવું જરૂરી છે.”-પદ્મશ્રી રમીલાબેન ગામીત

તાપી જિલ્લાના ૨૬૧ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે ૮૦૦૦ જેટલા સિકલ સેલ એનિમિયા કાર્ડનું વિતરણ કરાયું

માહિતી બ્યુરો તાપી.તા.01: આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા મધ્યપ્રદેશથી દેશમાં “સિકલ સેલ એનિમિયા નાબુદી મિશન “ની શરુઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં જિલ્લા કક્ષાના “સિકલ સેલ એનિમિયા કાર્ડ વિતરણ”નો કાર્યક્રમ સોનગઢ તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર બંધારપાડા ખાતે પદ્મશ્રી રમીલાબેન ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

અધ્યક્ષસ્થાનેથી પદ્મશ્રી રમીલાબેન ગામીતે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આપણા સમાજમાં સિલકસેલ રોગ વધી રહ્યો છે. આદિવાસી સમાજ માટે સિલકસેલ મોટામાં મોટી સમસ્યા છે. જેના માટે આપણે સૌએ જાગૃત બનવાની જરૂર છે. તેમણે લગ્ન માટે કુંડળીની જગ્યાએ સિલકસેલના રીપોર્ટ મેળવવા જોઇએ એમ સમજ કેળવી હતી.

આ ઉપરાંત પદ્મશ્રીએ સિકલસેલના દર્દીઓ સાથે આત્મિયતાથી વર્તન કરવું જોઇએ એમ દરેકને આગ્રહ કર્યો હતો. અંતે તેમણે પીએમજય કાર્ડ તમામ સિકલસેલના દર્દીઓ કઢાવી લે તે માટે ખાસ અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તાપી ડૉ.પાઉલ વસાવાએ સ્વાગત પ્રવચનમાં સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, સિકલસેલ રોગ નાબુદી માટે સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં મુકવામાં આવ્યો છે.

તાપી જિલ્લામાં મે- ૨૦૨૩ના અંતે સિકલસેલ અંતર્ગત થયેલ સ્ક્રીનીંગ ટેસ્ટ કુલ વસ્તી ૮,૭૮,૨૨૩ સામે ૭,૯૦,૮૬૫ (૯૦%) જેટલી સ્ક્રીનીંગની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. તે પૈકી સિકલસેલ રોગનાં ૩૨૮૮ દર્દીઓ અને ૬૬૬,૭૦ સિકલસેલના વાહક નોંધાયેલ છે.

આ સાથે તાપી જિલ્લામાં દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે DTT Screening ની સુવિધા તથા જનરલ હોસ્પિટલ, વ્યારા ખાતે HPLC Test ની સુવિધા ઉપલબ્ધ છે એમ જણાવ્યું હતું.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલસેલ દર્દીઓ માટે ન્યુમોકોલ વેક્સિન તથા હાઈડ્રોક્સીયરીયા આપવામાં આવે છે. ન્યુમોકોલ વૈક્સિન ૩2૮૮ દર્દીઓ માંથી ૨૦૧૨ દર્દીઓને આપવામાં આવી છે. તેમજ ૧૯૫ દર્દીઓ હાઇડ્રોક્સીયુરીયા સારવાર હેઠળ છે. તથા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે દર ૩મહિને સિકલસેલ દર્દીઓની મેડિકલ તપાસ કરવામાં આવે છે એમ ઉમેર્યું હતું.

*બોક્ષ-1*
નોંધનિય છે કે, સિકલસેલ એનિમિયાં એ વારસાગત રોગ છે. જે રંગસુત્રોની ખામીને લીધે થાય છે સિકલસેલ રોગમાં ખામીયુક્ત રંગસુત્રો માતા-પિતા માંથી બાળકને વારસામાં મળે છે આ ખામીયુક્ત રંગસુત્રને કારણે બાળકોમાં સીકલસેલ ટ્રેઇટ અથવા સીકલસેલ ડીસીઝની સંભાવના રહે છે. આ રોગ મોટે ભાગે આદિજાતિ વિસ્તારમાં વધુ જોવા મળે છે.

આ કાર્યક્રમ સાથે સમગ્ર તાપી જિલ્લામાં કુલ ૨૬૧ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦૦૦ જેટલા સિકલ સેલ એનિમિયા કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ઈ.એમ.ઓશ્રી ડો સ્નેહલ પટેલ ,ક્યૂ.એ.એમ.ઓશ્રી ડો કે.ટી ચૌધરી, સરપંચશ્રી બંધારપાડા સ્નેહલતાબેન ચૌધરી, તાલુકા પંચાયત સભ્ય જીગરભાઈ કે સોલંકી ,મેડિકલ ઓફિસર બંધારપાડા ડો પરિમલ પટેલ, તથા ડો ઋત્વીજ નાયક,સહિત અન્ય મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *