સોનગઢ તાલુકાના કન્સ્ટ્રકશન ઓફ માઇનોર બ્રિજ એટ લાંગડ એપ્રોચ રોડ ચેઇનેજથી લાંગડ રસ્તાના વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
માહિતી બ્યુરો, વ્યારા-તાપી 30: સોનગઢ તાલુકાના કન્ટ્રક્શન્સ ઓફ માઇનોર બ્રિજ એટ લાંગડ એપ્રોચ રોડ ચેઇનેજથી મોજે લાંગડ સોનગઢ રસ્તા ૫૨ ગીરા નદી પરના હયાત કોઝવેના સ્થાને “માઇનોર બ્રીજ” બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. હાલ ચોમાસાની સિઝન ચાલુ હોવાથી ગીરા નદીમાં વરસાદનું પાણી મોટા પ્રમાણમાં આવતું હોવાના સંજોગોમાં હાલનું કામચલાઉ ડાયવર્ઝ ચોમાસા દ૨મ્યાન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.તેથી સોનગઢ તાલુકાના કન્ટ્રક્શન્સ ઓફ માઇનોર બ્રિજ એટ લાંગડ એપ્રોચ રોડ ચેઇનેજથી લાંગડ રસ્તા પરથી વાહનોની અવર-જવર પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ દરમિયાન નાગરિકોને અવર-જવરમાં મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા-તાલુકા મથકે આવવા-જવા વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગ તરીકે લાંગડ એપ્રોચ રોડ, લાંગડથી ધુસરગામને જોડતો (કાચો રસ્તો), ધુસરગામ એપ્રોચ રોડ જોઇનિંગ સોનગઢ ઓટા રોડ, ઓટા ભોરથવા રોડ, સોનગઢ ઓટા રોડનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું છે.
આ જાહેરનામુ તા.૨૭/૦૮/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. ઉપરોકત હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરૂધ્ધમાં ઈન્ડીયન પીનલ કોડ- ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે
000૦૦૦૦