તાપી જિલ્લાની વિવિધ વિભાગોની સાફલ્યગાથાને મળ્યું રાજ્ય સ્તરીય વિશેષ અંકોમાં સ્થાન
(માહિતી બ્યુરો): તાપી: તા-૨૮: ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરતા ગુજરાત પાક્ષિક, અને રોજગાર સમાચાર સાપ્તાહિક સહિત સમયાંતરે પ્રકિરણ. પ્રકિર્ણ પ્રકાશનો પણ પ્રસિદ્ધ કરતા હોય છે.
આ શૃંખલાને આગળ ધપાવતા તાજેતરમાં માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા વિશિષ્ટ પ્રકાશન “અગ્રહરોળમાં આદિવાસી”માં વિવિધ જિલ્લાઓ સહિત તાપી જિલ્લાના જુદા જુદા વિભાગોની સાફલ્યગાથાને પણ સ્થાન મળવા પામ્યું છે.
આ બુકના પાના નંબર-૫૮ ઉપર જિલ્લા ખેતીવાડી વિભાગની પાક સ્ટ્રક્ચર યોજના, પાના નંબાર-૭૧ ઉપર સખી મંડળની સફળતાની વાત સાથે પાના નંબર-૬૫ ઉપર શ્રમ વિભાગના તાપી જિલ્લાના લાભાર્થીઓના ફોટોને પુસ્તિકામાં સ્થાન પ્રાપ્ત થયું છે.
તાપી જિલ્લાની સફળતાની રાજ્ય કક્ષાના પ્રકાશનોમાં મળેલા સ્થાન બાબતે જિલ્લા સમાહર્તાશ્રી ડો.વિપિન ગર્ગ દ્વારા તમામ વિભાગોને અભિનંદન પાઠવાયા છે. કલેક્ટરશ્રીએ જિલ્લા માહિતી કચેરીની કામગીરીની સરાહના કરતા આપણા જિલ્લામાંથી વધુમાં વધુ સાફલ્યગાથા અને ખાસલેખ સહિત સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર થાય તે સુનિશ્ચિત કરવા બાબતે માર્ગદર્શન આપ્યું છે.
૦૦૦૦૦૦