મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એન.બી.પીઠવાના અધ્યક્ષ સ્થાને કે.કે.કદમ કન્યા વિધાલય ખાતે પોસ્કો એકટ ૨૦૧૨ અન્વયે અવેરનેશ સેમીનાર યોજાયો
સરળ શબ્દમાં સમજી શકાય તે રીતે પોસ્કો કાયદા અંગે વિદ્યાર્થીનીઓને જાગૃત કરાયા
–
માહિતી બ્યુરો,તાપી તા.૨૬ : ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સતા મંડળ તાપી દ્વારા નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એન.બી.પીઠવાના અધ્યક્ષ સ્થાને કે.કે.કદમ કન્યા વિધાલય ખાતે પોસ્કો એકટ ૨૦૧૨ના કાયદા અન્વયે અવેરનેશ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધીક જિલ્લા ન્યાયાધીશ, જિલ્લા કાનુની સેવા સતા મંડળના કુલ ટાઈમ સેક્રેટરી, શાળાના આચાર્યાશ્રી તથા તમામ શીક્ષકો સહિત વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
આ સેમીનારમાં નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીસ શ્રી એન.બી.પીઠવા દ્વારા પોસ્કો કાયદા અંગેની જાણકારી આપવામાં આવી હતી. અવેરનેશ પ્રોગ્રામમાં પોસ્કો કાયદાની જોગવા અંગે સરળ શબ્દમાં સમજી શકાય તે રીતે આપવામાં આવી હતી.
તેમજ વિના મુલ્યે કાનુની સહાય મેળવવાના અધીકાર બાબતે જાણકારી આપી હતી. જે માટે કોઈ પણ વ્યક્તિ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનુની સેવા સતા મંડળના કુલ ટાઈમ સેક્રેટરી અને તાલુકા કક્ષાએ તાલુકા લીગલ સર્વીસ કમીટીના અધ્યક્ષનો સંપર્ક સાધી શકાય તે બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી.
આ કાયદા બાબતે વિસ્તારપુર્વક સમજ કેળવી વિવિધ કાયદાકીય જોગવાઈની સમજણ એડીશલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા આપવામાં આવી હતી.
શાળાના આચાર્યા શ્રીમતી સંગીતાબેન ચૌધરી દ્વારા વિધાર્થીનીઓને પ્રાસંગિક ઉદ્બોધન થકી કાયદા અંગે જાગૃતતા કેળવવામાં આવી હતી.
લીગલ અવેરનેશ પ્રોગામમાં કે.કે.કદમ કન્યા વિધાલયમાં અભ્યાસ કરતી ધોરણ ૧૧ તથા ૧ર ની અંદાજીત ૩૦૦ જેટલી વિધાર્થીનીઓને કાયદા બાબતે સમજ આપી જાગૃતતા કેળવવામાં આવી હતી.
000000