તાપી નદીના અવતરણ દિવસે ઉકાઇ ડેમ ખાતે કથામાં સહભાગી થતા રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

માહિતી બ્યુરો તાપી.તા.25: તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે અવતરણ દિવસ છે.
તાપી નદીના જન્મદિને સોનગઢ સ્થિત ઉકાઇ ડેમ ખાતે રાજ્યકક્ષાના વન, પર્યાવરણ ક્લાઇમેટચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી અને તાપી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, ધારાસભ્યશ્રી ડૉ.જયરામ ગામીત, ડી.સી.એફ શ્રી પુનિત નૈયર, પુર્વ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, પુર્વ મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, સહિત વિવિધ મહાનુભાવો તાપી કિનારે કથામાં સહભાગી થયા હતા.
મંત્રીશ્રીએ તાપી મૈયાને પ્રણામ કરી આગામી ચોમાસા દરમિયાન ઉકાઇ ડેમ પાણીથી ભરાઇ જાય અને સુરત અને તાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને ક્યારેય પાણીની સમસ્યા ઉભી ન થાય તથા ડેમ વધુમાં વધુ લોકોને ઉપયોગી બની સુરક્ષિત રહે અને અને લોકો માટે આજીવિકાનું માધ્યમ બની રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
00000000