સાતકાશી ખાતે તાપી-કરજણ લિંક પાઇપલાઈન પ્રોજેક્ટની કામગીરીની સમિક્ષા કરતા પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
રૂ.711.06 કરોડના ખર્ચ તૈયાર થઇ રહેલ તાપી-કરજણ લિંક પાઇપલાઈન પ્રોજેક્ટ તાપી, સુરત અને નર્મદા જીલ્લા માટે લાભકારક બનશે
–
માહિતી બ્યુરો તાપી.તા.25: રાજ્યકક્ષાના વન, પર્યાવરણ ક્લાઇમેટચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી અને તાપી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં સાતકાશી ખાતે તાપી- કરજણ લિંક પાઇપલાઈન પ્રોજેક્ટના પ્રગતિ હેઠળના કામોની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે કામમા ગુણવત્તા જળવાઇ રહે તે અંગે ખાસ તકેદારી રાખવા સંબંધિત અધિકારીશ્રીઓને સુચના આપી હતી. સાતકાશી ખાતે પંપ હાઉસ, એમસીસી બિલ્ડીંગ, સ્ટાફ ક્વાટર, સ્વીચયાર્ડ વગેરે સ્થળોની મુલાકાત લઇ કામની સમિક્ષા કરી હતી. મંત્રીશ્રીએ સાઇટ પર ઉપસ્થિત સપ્લાયનો જથ્થો, હાલની પરિસ્થિતીએ લાઇનની પ્રગતિ સહિત પંપીંગ સ્ટેશનના કામ અંતર્ગત સુપર સ્ટ્રક્ચર, સ્વીચયાર્ડના સ્થળોની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે આ પ્રોજેક્ટ સાથે સંલગ્ન તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ ઉપર બેઠક કરી કામને સંબંધિત પ્રશ્નો અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત સમગ્ર વન વિસ્તારમાં બહોળા પ્રમાણમાં તળાવો અને ચેકડેમ, તથા પશુઓ માટે પાણીના કુંડ બનાવવા સુચનો આપ્યા હતા.
મુલાકાત વેળાએ સિંચાઇ વિભાગના મુખ્ય ઈજનેર અને અધિક સચિવ શ્રી એમ.આર.પટેલે મંત્રીશ્રીને ટેકલનિકલ બાબતઓ અંગે અવગત કર્યા હતા.
નોંધનિય છે કે, સિંચાઈ વિભાગ હેઠળ સાતકાશી ખાતે રૂ.711.06 કરોડના ખર્ચ તૈયાર થઇ રહેલ તાપી-કરજણ લિંક પાઇપલાઈન પ્રોજેક્ટ તાપી,સુરત અને નર્મદા જીલ્લા માટે લાભકારક બનશે. જેમાં અત્યાર સુધી 72 ટકા ભૈતિક કામગીરી પુણ થયેલ છે સમગ્ર પોરજેક્ટ આવતા ઓક્ટોબર-2023 સુધી પુર્ણ કરવાનું આયોજન છે.
મંત્રીશ્રી સહિત સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, ધારાસભ્યશ્રી ડૉ.જયરામ ગામીત, ડી.સી.એફ. શ્રી પુનિત નૈયર, ધારાસભ્યશ્રી ઇશ્વરભાઇ પરમાર, પુર્વ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, ઉકાઇ ડેમના અ. ઈ. એ. આર. પટેલ, કા.ઇ. પ્રતાપ વસાવા સહિત સિંચાઇ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000000000