ગુજરાત પત્રકાર એક્તા સંગઠન ઝોન ૦૪ : ડાંગનાં આહવા સર્કીટ હાઉસ ખાતે અધિવેશન યોજાયું
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ગુજરાત પત્રકાર એક્તા સંગઠન ઝોન ૦૪ માં સમાવિષ્ટ ડાંગ પત્રકાર એક્તા સંગઠન નુ અધિવેશન આહવા સર્કીટ હાઉસ ખાતે યોજાયું.જેમા ડાંગ જિલ્લા નાં પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પત્રકાર એક્તા સંગઠન જોન ૦૪ નુ અધિવેશન તાપી ડાંગ ના પ્રભારી શિવનરેશ ભદોરીયા અને સહ પ્રભારી હરજીભાઇ બારૈયા ના અધ્યક્ષ સ્થાને યોજાયું હતુ જેમાં ડાંગ જીલ્લા પત્રકાર એક્તા સંગઠન ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા જેમાં ડાંગ જીલ્લા પત્રકાર સંધ ના હોદેદારો તેમજ સભ્યો એ જોન પ્રભારી શિવનરેશ ભદોરીયા તેમજ હરીભાઇ નુ પુષ્પગુચ્છથી સ્વાગત કરી કાર્યક્રમ ને આગળ વધાવ્યો હતો જેમાં પ્રાસંગિક પ્રવચનો અને માર્ગ દર્શન ઝોન ૦૪ ના કોડીનેટર ચિરાગભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગ અંતર્ગત જોન પ્રભારી ભદોરીયા સાહેબ દ્વારા સંગઠન અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે પત્રકારો નો દેશ ની તુલનામાં ગુજરાત મા હાલત વિશે પ્રકાશ પાડ્યો છે પત્રકારો ઉપર થતાં હુમલાઓ,ખોટી ફરિયાદો કનડગત અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતુ કે પત્રકારો એ નાના અને મોટા ના ભેદ ભૂલી પત્રકાર એક્તા સંગઠન માં ખરા અર્થમાં સંગઠન જોડવાનું કામ કરે એ જરૂરી બન્યુ છે વળી પત્રકાર એકતા સંગઠન પત્રકારો માટે ચિંતા કરનારું અને ૧૯ જિલ્લા તેમજ તમામ તાલુકાઓ ના સંગઠન સાથે પૂર્ણ સ્વરૂપ નું સંગઠન બની ગયું છે.જેમાં આજ રોજ દક્ષિણ ગુજરાત ના છેવાડે આવેલા ડાંગ જિલ્લા ના સમિતિ નાં હોદ્દેદારોને નિયુક્તિ પત્રો આપ્યા હતા.જેમાં જોન કોડીનેટર ચિરાગ પંચાલ જિલ્લા પ્રમુખ તરીકે જઇદ પવાર ઉપપ્રમુખ હિતાર્થે પટેલ વનરાજ પવાર, મહામંત્રી શેખર ખેરનાર મંત્રી પુન્ડલીક વાધમારે અજુન જાદવ સહિત નવનિયુક્ત આહવા તાલુકા પ્રમુખ મુનીરા શેખ સુબીર તાલુકા પ્રમુખ યોગીતા પટેલ ઉપ પ્રમુખ મદન વૈષ્ણવ શુસીલ પવાર નુ સ્વાગત કરી ગુજરાત એક્તા સંગઠન માં સમાવેશ કર્યો હતો વળી સંગઠન અંગે ની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા પ્રમુખો સભ્યો ને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.કાર્યક્રમ નું સંચાલન યોગીતા પટેલ એ કર્યું હતું