મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તાપી દ્વારા વિવિધ જગ્યાઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
(માહિતી બ્યુરો, તાપી),તા.૨૨ વિશ્વ યોગ દિવસ અંતર્ગત “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય”ના નારા સાથે “હર ઘર આંગણે યોગ”ની થીમ અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ.મનિષા મુલતાનીનાં માર્ગદર્શન હેઠળ ડ્રીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન તાપી (DHEW) અને જિલ્લા અને તાલુકા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા વાલોડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ અને બાબાકાકાની વિદ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસ નિમિતેના કાર્યક્રમમા યોગ સમિતિના પ્રભારી જ્યોતિબેન મહાલે અને તેમની સમગ્ર ટીમ, કોલેજના આચાર્યશ્રી, સ્ટાફગણ દ્વારા તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ઉચ્છલ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે તથા સોનગઢના મોટા બંધારપાડા આંગણવાડી કેન્દ્ર-૨ ખાતે આંગણવાડીના બહેનો અને નાના ભુલકાઓ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી દરમિયાન મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી વ્યારાના કર્મચારી/અધિકારીઓએ પોતાની ભાગીદારી નોંધાવી હતી. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી હતી.ઉપરોક્ત જુદી જુદી જગ્યાએ આશરે ૬૯૦ જેટલા યોગ પ્રેમીઓ ઉત્સાહ પુર્વક વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
0000000