વિશ્વ યોગ દિવસની ઉજવણી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિદ્યાકુંજ વિધ્યાલય. વીરપુર શાળામાં કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જેમાં શાળા ની ૫૫ કન્યાઓ,૭ શિક્ષકો, ૧૦ વાલીઓ, લોક વિજ્ઞાન કેન્દ્ર નાસ્ટાફ સહીત ડાયરેક્ટર અને આચાર્ય કેતન શાહ ઉપસ્થીત રહ્યા અને શાળાની યોગ તાલીમી વિદ્યાર્થીની દ્વારા સૌ ને યોગ, સૂર્યનમસ્કાર, પ્રાણાયામ તથા વિવિઘ આસનો કરાવ્યા પછી ડાયરેક્ટર કેતન શાહ દ્વારા યોગ વિષે માગૅદશૅન આપ્યું જેમાં મહાન યોગ ગુરુ પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ પુરસ્કારથી નવાજિત સુંદર્રાજ આયંગર વિષે માહીતી આપી. યોગના અગણિત લાભ વિષે માહીતી એટલે કે સર્વ રોગો નો ટીકડી વિનાનો ઉપાય એજ યોગ.. યોગ ગુરુ કહેતાં હતાં કે “શરીર મારું મંદીર છે અને આસન મારી પ્રાથના છે” આસનરૂપી એ પ્રાથના થી મંદીર રૂપી શરીર ને સ્વસ્થ, તાજુ માજુ, નીરોગી રાખો એજ ધ્યેય સાથે નિયમિત યોગ કરો યોગ અપનાવો. આજના યોગ દિવસની સૌ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.