તાપી જિલ્લા ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Contact News Publisher

૩ હજારથી વધુ નાગરિકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા

યોગા એ ભારત દેશની સંસ્કૃતિ છે. ભારત દેશે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે.- ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી

માહિતી બ્યુરો તાપી,તા.21: આજરોજ નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે તાપી જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સહિત વિવિધ મહાનુભાવો તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વ્યારા સ્થિત દક્ષિણાપત વિવિધલક્ષી વિદ્યાલયના મેદાન ખાતે કરવામાં આવી હતી. જેમા અંદાજીત ૩ હજારથી વધુ શાળાના બાળકો, અધિકારી-કર્મચારીઓ તથા જાહેર જનતાએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ સૌને યોગાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, યોગ દ્વારા કોઈપણ વ્યક્તિ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ યોગ દિવસ મનાવી રહ્યો છે ત્યારે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” નકકી કરવામાં આવેલ છે. યોગા એ ભારત દેશની સંસ્કૃતિ છે. ભારત દેશે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. આપણો દેશ પશ્ચિમી સંસ્કૃતિના કારણે નહીં પરંતુ આપણી સંસ્કૃતિને ટકાવી રાખવાના કારણે આજે પણ નવયુવાન દેશ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,રાજ્ય સરકાર સહિત તાપી જિલ્લા પ્રસાશનની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે કે યોગના માધ્યમથી લોકોની માનસિક અને શારીરીક સ્વાસ્થ્યની ચિંતા કરી ગુજરાતને યોગમય બનાવેલ છે.

આ કાર્યક્રમમાં તાપી જિલ્લાની વિવિધ શાળા અને કોલેજ જેમાં દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, જે બી એન એસ એ સાર્વજનિક હાઇસ્કુલ, કે બી પટેલ અંગ્રેજી માધ્યમ શાળા, કે કે કદમ કન્યા વિદ્યાલય, મા શિવદૂતિ હાઇસ્કુલ, એમપી પટેલ હાઇસ્કુલ, વિદ્યા ગુર્જરી હાઇસ્કુલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, અરુણાબેન ભક્તા નરસિંહ સ્કૂલ બાજીપુરાના વિદ્યાર્થીઓ તથા શિક્ષણગણ પણ કાર્યક્રમમાં ભાગ લઈ યોગા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
આ ઉપરાંત પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, રમત ગમત વિભાગ, જિલ્લા પંચાયત સહિત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં યોગા ટ્રેનર તરીકે વ્યારા તાલુકા યોગા કોર્ડીનેટર ઉમેશભાઈ તામસે, મહિલા પતંજલિ જિલ્લા પ્રભારી જ્યોતિબેન મહાલે, સંદીપભાઈ ચૌધરી, મહિલા પતંજલિ સંગઠન પ્રભારી સીમાબેન પાટીલ, યોગા ટ્રેનર ઋત્વીબેન બુંદેલા, મહિલા પતંજલિ તાલુકા પ્રભારી નિધીબેન બુંદેલા સહિત વિવિધ યોગા ટ્રેનરો એ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને સુરત ખાતે યોજાયેલ રાજ્યકક્ષાનો કાર્યક્રમને તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણ કાર્યક્રમને સૌએ નિહાળ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું. તાપી જિલ્લામાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સુચારૂ રૂપે થાય તે માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના અધિકારી-કર્મચારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત સહિત યોગા બોર્ડ અને સ્થાનિક યોગ સમિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે પદ્મશ્રી રમીલાબેન ગામીત, ન.પા.પ્રમુખ સેજલ રાણા, પ્રાયોજના વહીવટદાર શ્રી રામનિવાસ બુગલીયા, નિવાસી અધિક કલેકટર આર. જે. વલવી સહિત ઉચ્ચ અધિકારીઓ બધા અધિકારીઓએ યોગા ફેશનમાં ભાગ લીધો હતો.
0000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other