તાપી : અદાલતોમા સેવા પૂરી પાડતા પેનલ લિગલ સર્વીસ એડવોકેટ માટે બે-દિવસીય સેમીનાર અને ટ્રેનીગનું આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  નાલ્સાની ગાઇડલાઇન અન્વયે,તાપી જિલ્લા લિગલ સર્વીસ ઓથોરિટીના ચેરમેન તથા તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એન. બી. પીઠવાના માર્ગદર્શન હેઠળ વ્યારા, નીઝર, ઉચ્છલ, સોનગઢ, ડોલવણ તાલુકા અને મુખ્ય મથકની અદાલતમા સેવા પૂરી પાડતા પેનલ લિગલ સર્વીસ એડવોકેટ માટે બે-દિવસીય સેમીનાર અને ટ્રેનીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાલ્સા ટ્રેનીંગ મોડયુલ અન્વયે તાલીમ આપવામા આવી હતી. આ સાથે જુદા જુદા કાયદા અને નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ અંગે ચર્ચા કરવામા આવી હતી. તમામ વ્યક્તિઓને વિના મૂલ્યે સક્ષમ સલાહ અને સહાય મળે તે માટે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *