બોરખડી ખાતે પ્રથમવાર આંગણવાડીના બાળકોનો સિકલ સેલ નિદાન કેમ્પ યોજાયો

Contact News Publisher

માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.૧૭ આઇસીડીએસ વિભાગ તાપી અને વિઝન મેડિકલ ફાઉન્ડેશન ફોર રૂરલ હેલ્થ એન્ડ રિસર્ચ, બારડોલી અને સહયોગ સિકલ સેલ સારવાર, સંશોધન કેન્દ્ર શિશુદિપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ,બારડોલી દ્વારા તાપી જિલ્લામાં પ્રથમવાર આંગણવાડીના બાળકોનો સિકલ સેલ નિદાન કેમ્પ ગત તા. ૧૬ જુન ૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત બોરખડી, તાપી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આઇસીડીએસ વિભાગના પ્રોગ્રમ ઓફિસરશ્રી તન્વી પટેલ, શિશુદિપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના સિકલ સેલ એક્સપર્ટ ડૉ.જ્યોતિષ પટેલ અને ડૉ.ભારતી પટેલ, સરપંચશ્રી બોરખડી ગ્રામ પંચાયત આ કેમ્પમાં ઉપસ્થિત રહી બાળકો અને વાલીઓને જાગૃત કર્યા હતા. આ કેમ્પ દરમિયાન કુલ ૧૦૮ જેટલા લાભાર્થીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં Sickle Cell trait 24 (22.22%) Sickle Cell disease 1 (0.92%) Normal 83 (76.85%) જોવા મળ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other