તાપી જિલ્લાના આરોગ્ય વિભાગ હેઠળ તમામ સામુહિક,પ્રાથમિક, શહેરી આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરો ખાતે પ્રિ-ઇવેન્ટ યોગા ડે તરીકે ઉજવણી કરવામાં આવી
માહિતી બ્યુરો તાપી તા. ૧૬ વર્ષ ૨૦૧૫ થી દર વર્ષે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ખુબ જ ભવ્ય અને વિશાળ સંખ્યામાં થાય તેવું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે આયુષ મંત્રાલય દ્વારા “ હર ઘર – આંગન યોગની” થીમ અંતર્ગત ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત તાપી જિલ્લાના આરોગ્ય વિભાગ હેઠળ તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો ખાતે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” – Pre – Event યોગા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રિ- યોગા ઇવેન્ટનો મુખ્ય હેતુ ઇન્ટરનેશનલ યોગા ડે વિશે લોકોમાં જનજાગૃતિ આવે અને તા.૨૧ જુન ૨૦૨૩ નિમિતે વધુમાં વધુ પ્રજાજનોની ભાગીદારી નોંધાય.
જેમાં તાપી જીલ્લાની કુલ ૨૮૭ આરોગ્ય સંસ્થા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રિ-ઇવેન્ટ યોજવામાં આવી હતી. જે દરમિયાન આરોગ્ય કર્મચારીઓ સ્થાનિક પ્રતિનિધિઓ, પ્રજાજનો,બાળકો મળી કુલ ૯૫૦૦ લોકો સહભાગી બન્યા હતા. આરોગ્ય કર્મીઓ દ્વારા લોકોને યોગાનું મહત્વ સમજાવી યોગ દિવસની ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તથા યોગને પોતાના જીવનમાં અપનાવી સ્વસ્થ જીવન વ્યતિત કરે, તેવા ઉમદા હેતુ સાથે ઉજવણી યોગા પ્રિ-ઇવેન્ટની ઉજવણી કરવામાં આવી હતી.
000000000000