તાપી જિલ્લામાં રાજ્યક્ષાએથી પધારેલા વિવિધ ઉચ્ચ અધિકારીઓના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
માહિતી બ્યુરો, તાપી. તા.૧૪: ‘સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
ભારત વર્ષના ઇતિહાસની આ પ્રથમ ઘટના હતી, જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે-ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારતા હતા. વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ તા.૧૨ થી ૧૩ જૂન દરમિયાન ૨૦મો શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
‘ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય’ની થીમ સાથે યોજાયેલા આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની કુલ-૭૯૭ શાળાઓના કાર્યકમમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી, રાજ્યકક્ષાએથી પધારેલા ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ મળી કુલ-૧૭૯ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને ભણવામાં સતત મહેનત કરી સિદ્ધિ સર કરવા પ્રરિત કર્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ સ્વયંનુ ઉદાહરણ આપી શિક્ષણના મહત્વ અંગે વાલીઓને જાગૃત કર્યા હતા. અંતે અધિકારીઓએ બાળકો સાથે શાળાની મુલાકાત કરી સાધન, સુવિધાઓ અંગે શાળાના આચાર્ય સાથે ચર્ચાઓ કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
૦૦૦૦૦૦૦