તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત “શાળા પ્રવેશોત્સવ”ની ઉજવણી
૪૭૦ શાળાના ૪૧૭૯૪ બાળકોનું સ્ક્રીનીંગ અને આરોગ્ય તપાસ કરવામાં આવી
–
માહિતી બ્યુરો, તાપી.તા.૧૪: તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત તા.૧૨ અને ૧૩ જુન ૨૦૨૩ના રોજ આરોગ્ય વિભાગ તાપી દ્વારા શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા કુલ ૪૭૦ શાળાના ૪૧૭૯૪ બાળકોનું સ્ક્રીનીંગ અને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
શાળામાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોની નોંધણી, વજન, ઉંચાઇ બોડીમાસ ઇન્ડેક્ષ માપવામાં આવ્યા તથા પોષણયુકત આહાર તેમજ પર્સનલ હાઇજીન બાબતે જાગૃતતા કેળવવામાં આવી હતી.
તમામ કાર્યક્રમોમાં જિલ્લા પ્રમુખ શ્રી સુરજભાઇ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પાઉલ વસાવા, આર.સી.એચ.ઓ.
શ્રી ડૉ.બિનેશ ગામીત, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, મેડીકલ ઓફિસરશ્રી સહિત આરોગ્ય સ્ટાફની ઉપસ્થિતીમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
ટીમ દ્વારા બાળકોના આરોગ્યની તપાસ કરી મહાનુભાવોના હસ્તે આરોગ્ય કાર્ડ આપવામાં આવ્યા હતા. શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આગામી ૩૦ જુન સુધી જિલ્લાની તમામ શાળાના બાળકોને આરોગ્ય તપાસમાં આવરી લેવામાં આવશે.
ઉલ્લીખનિય છે કે, ગુજરાત સરકારે 12 જૂન, 2023 થી એટલે કે 20મા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસથી ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (SHRBSK) હેઠળ રાજ્યના બાળકો માટે મફત આરોગ્ય તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન આગામી 30 જુન સુધી સઘન રીતે ચલાવવામાં આવશે. જેમાં રાજ્ય સરકારે 1 કરોડથી વધુ બાળકોની મફત આરોગ્ય તપાસનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
SHRBSK એ કેન્દ્ર અને રાજ્યનો સંયુક્ત કાર્યક્રમ છે. જે અંતર્ગત આંગણવાડીના બાળકો, નવજાતથી 6 વર્ષ સુધીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને 18 વર્ષ સુધીના શાળાએ ન જનાર બાળકોની પણ રાજ્ય સરકાર દ્વારા મફત આરોગ્ય તપાસ કરવામાં આવે છે. નોંધનિય છે કે, ગુજરાત ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (SHRBSK) ના અમલીકરણમાં સમગ્ર દેશમાં અગ્રણી રાજ્ય છે.
૦૦૦૦૦૦