વ્યારાની સિંગિ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમગ્ર રાજ્યમાં ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩’ અંતર્ગત આજરોજ વ્યારાની વોર્ડ નંબર-1 સિંગિની પ્રાથમિક શાળામાં કાર્યક્રમમાં ગુજરાત આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ તેમજ એકલવ્ય રેસીડેન્સી સ્કુલના ડિરેક્ટર શ્રી અર્જુનભાઈ ચૌધરીની ઉપસ્થિતીમાં ઉજવાયો હતો. તે પ્રસંગે વ્યારા નગર પાલિકાના બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાયએ પ્રવેશ પામનાર બાળકોને અભ્યાસ સામગ્રીની કીટ વિતરણ કરી હતી. આ કાર્યક્રમમાં વ્યારા નગર ભાજપ મહામંત્રી શ્રી રાજુભાઈ રાણા આ વિસ્તારના સભ્ય મહેશભાઈ ગામીત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના કારોબારી સભ્ય મુશર્રફભાઈ કુરેશી, નગર યુવા મોરચાના મહામંત્રી સાહિલભાઈ ગામીત, શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રી હિતેશભાઈ સોની ઉપસ્થીત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન ડિજિટલ ક્લાસનુ લોકાર્પણ તથા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્ર્મનું સંચાલન શાળાના પ્રધાપિકા નવોદિતા મેડમે કર્યુ હતું.
