વઘઇ – કિલાદ કેમ્પ સાઇડ ખાતે બે દિવસય બોટની ફેસ્ટીવલ 2020નો શુભારંભ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ – કિલાદ કેમ્પ સાઇડ ખાતે બે દિવસય બોટની ફેસ્ટીવલ વર્ષ ૨૦૨૦ ના કાર્યક્રમ ને સીસીએફ મહેન્દ્રસિંહ પરમાર ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકવામાં આવ્યુ
દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ થી બોટ ની ફેસ્ટીવલ નુ આયોજન કરવા માં આવી રહુ છે જેમાં હાલ વર્ષ ૨૦૨૦ બોટની ફેસ્ટિવલ નુ આયોજન નાની વઘઇ કિલાદ ખાતે યોજવા માં આવ્યુ હતુ જે બોટની ફેસ્ટિવલ ને વલસાડ વર્તૃળ ના સીસી એફ મહેન્દ્રસિંહ પરમાર ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતુ જે બોટની ફેસ્ટિવલ માં ગુજરાતની વનસ્પતિ શાસ્ત્ર ની ૧૮ કોલેજ ના વિધાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં વનસ્પતિ શાસ્ત્ર ના વિદ્યાર્થીઓએ પહેલા દિવસે નેચરલ કલર થી સીને મેટરો ગ્રાફીકસ ક્લોથ ડાઇંગ જંગલ વોક રીવર રાઉટીંગ માઉનટીંગ તેમજ જંગલ કાલ્યબીંગ કરી ને જંગલ માં ઉગતી જુદી જુદી પ્રકાર ની ઓષધીઓની શોધીખોળ કરી એમાંથી અનેક જાતની ઓર્ગેનિક વાનગીઓ બનાવી બોટની ફેસ્ટિવલ ની પ્રતિયોગી તા મા ભાગ લીધો હતો જેમાં૧૮ જેટલી વાનગીઓ નુ જજીસ ઉપસ્થિત મહાનુભવો દ્વારા જજ પણ કરવામાં આવ્યુ હતુ અને સારી બનાવેલ વાનગી ની ટીમ ને વન વિભાગ દ્વારા ઇનામ વિતરણ પણ કરવાં આવ્યુ હતુ વળી આ બોટની ફેસ્ટીવલ અંતર્ગત એક સેમીનાર નુ પણ આયોજન કિલાદ કેમ્પ સાઇટ ના હોલ કરાયુ આવ્યુ હતુ જેમાં વનસ્પતિ શાસ્ત્ર ના પ્રાધ્યાપકો તેમજ વન વિભાગ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા જેમાં કાર્યક્રમ ને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન એમએસ કોલેજ ના પ્રોફેસર ડો.પી એસ નાગર આપ્યુ હતું જયારે ડાંગ વન વિભાગ દ્વારા ઉપસ્થિત મહેમાનો નુ પુષ્પગુચ્છ આપી સ્વાગત પણ કર્યુ હતુ અને બોટની ફેસ્ટીવલ થતી જંગલ માંથી મળતી દુર્લભ ઓષધી અંગે નાગરસાહેબ જણાવ્યું હતુ કે ડાંગ ના આદિવાસી ઓને અજ્ઞાની ગણવામાં આવી રહયો છે પણ એજ આદિવાસી આજ ના યુગ માં જ્ઞાની ગણાયી રહયો છે આદિવાસી થકી જ ધણી બધી વનસ્પતિ નું જ્ઞાન વનસ્પતિ શાસ્ત્ર ના વિધાર્થીઓને મળી રહયુ છે વળી જંગલ ની વનસ્પતિ એટલી ઉત્તમ ગણાઇ છે કે જંગલ માંથી પસાર થતી ડાંગ ની નદી ના પાણી પણ ઓષધી તરીકે ગણાઇ રહયા છે આ બોટની ફેસ્ટીવલ માં ખાસ ઉપસ્થિત વલસાડ વર્તુળ ના સીસીએફ મહેન્દ્રસિહ પરમારે સંબોધન કરતા જણાવ્યું હતુ કે ડાંગ નો જંગલ વિસ્તાર ખુબજ મોટા ક્ષેત્રફળ માં પથરાયેલો છે જેમાં અનેક જાતની દુર્લભ વનસ્પતિ ઓ છુપાયેલી છે જે વનસ્પતિઓ જેટલા ત્રણ વર્ષ થી યોજાઇ રહેલા બોટની ફેસ્ટિવલ ના માધ્યમથી વનસ્પતિ શાસ્ત્ર ના વિધાર્થી દ્વારા શોધવામાં આવી રહી છે જે લુપ્ત થતી વનસ્પતિ અંગે લોકો ને માહિતગાર કરવા માટે ડાંગ વન વિભાગ દ્વારા વનસ્પતિ એક ખોજ હૈ નામ ની એક બુક નુ વિમોચન વાંસદા ના રાજવી ના હસ્તે કરવામાં આવ્યુ હતુ વળી ઉત્તર ડાંગ વનવિભાગ ના નાયબ વન રક્ષક વ્યાસસાહેબે જણાવ્યુ હતુ કે ભારત એ સોનાની ચીડીયા છે પણ એ સોનુ ડાંગ જિલ્લા માં સાગી લાકડા તરીકે ઓળખાઈ રહયુ છે જેની સાચવણી અને માવજત કરવી એ આપણા સૌની ફરજ બની છે આ અંગે ઉપસ્થિત મહાનુભવો એ પ્રકૃતિ અંગે પોતાના મંતવ્યો આપી લોકો ને જાગૃત કર્યા હતા.અને વધુ માં મહાનુભવો દ્વારા ડાંગી વ્યજંન ખાનાખજાના તરીકે નામક પુસ્તક નુ પણ વિમોચન કરવાં આવ્યુ હતુ બે દિવસય ચાલનારા બોટની ફેસ્ટીવલ કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો નો ડીસીએફ દિનેશ રબારી એ આભાર વ્યકત કરી બે દિવસ યોજાનાર બોટની ફેસ્ટીવલ કાર્યક્રમ ને આગળ ધપાવ્યો હતો