આનંદ પ્રાથમિક શાળા વ્યારા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણીનો કાર્યક્રમ પાલિકાના કારોબારી અધ્યક્ષશ્રી કુલીન પ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારના 20 વર્ષ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત, આનંદ પ્રાથમિક શાળા સ્ટેશન રોડ, વ્યારા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણીનો કાર્યક્રમ વ્યારા નગરપાલિકા કારોબારી અધ્યક્ષશ્રી કુલીન શિરીષભાઈ પ્રધાનના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો.
આ પ્રસંગે અનંદ પ્રાથમિક શાળામાં વેશ મેળવનાર તમામ નવા ભૂલકાઓને આંગણવાડીમાં પણ પ્રવેશ મેળવનાર ભૂલકાઓને સરસ મજાના બોર્ડ, કંપાસ, તેમજ વિવિધ અભ્યાસ લક્ષી વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.
આ તબક્કે ડિજિટલ વર્ગખંડની મુલાકાત લેવામાં આવી હતી, દરેક બાળકોના આરોગ્ય કાર્ડ સ્ટાફ નર્સોની હાજરીમાં બનાવવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથીઓને સરકારશ્રી તરફથી આપવામાં આવતા નિશુલ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ રાજ્ય કક્ષાએ યોજવામાં આવેલી વિવિધ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આનંદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ, એસ.એમ.સી.ના સભ્યો તેમજ સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.
આ પ્રવેશોત્સવ કાર્યક્રમની અંદર બી.આર.સી. કોર્ડીનેટર ભાવેશભાઈ તેમજ એસ.એમ.સી.ના પ્રમુખ ડોક્ટર નૈતિકા ચૌધરી, સ્કૂલના આચાર્ય શ્રી તેમજ સમગ્ર સ્કૂલ સ્ટાફ હાજર રહ્યો હતો.