દક્ષિણાપથ વિદ્યાલય ખાતે કેન્દ્રિય મંત્રીશ્રીના વરદ્ હસ્તે ૨૭૪ દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ,જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા વ્યારાના સહયોગથી ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલ્મિકો) કાનપુર દ્વારા ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનોના જીવનમાં બદલાવ લાવવા પ્રયાસ
(માહિતી બ્યુરો વ્યારાઅતાપી) તા.૧૧- તાપી જીલ્લાના મુખ્ય મથક વ્યારા (દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય) ખાતે આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ નવભારતના ૯ વર્ષ ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના કેન્દ્રિય મંત્રી,હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ શ્રી કૌશલ કિશોરના અધ્યક્ષ સ્થાને સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા,નિઝર ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૨૭૪ દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કરાયું હતું.
દિવ્યાંગજનોને નિશુલ્ક સાધન-સહાય અર્પણ કરતા કેન્દ્રિય મંત્રીશ્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધ દ્રષ્ટિથી દિવ્યાંગજનો માટે સંવેદનાસભર કાર્ય કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોનો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોને શું જરૂરિયાત છે. તેની સૂચિ તૈયાર કરીને દિવ્યાંગજનો માટે જરૂરી સાધન-સામગ્રી તૈયાર કરવામાં આવી છે. ૩.૫ કરોડ ગરીબોને આવાસ,૮૦ કરોડ લોકોને નિશુલ્ક રાશન,આરોગ્યની સેવાઓને કારણે દુનિયામાં આપણાં વડાપ્રધાનશ્રીની ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે તેઓ અદ્ભૂત કાર્ય કરી રહ્યા છે.
સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલ્મિકો) કાનપુર સહયોગથી દિવ્યાંગજનોની જરૂરિયાત મુજબની સાધન-સામગ્રી તૈયાર કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨માં વ્યારા,સોનગઢ અને નિઝર તાલુકાઓમાં ૧૧ જેટલા કેમ્પો યોજીને માપ લેવામાં આવ્યા હતા. જેને કેન્દ્રમા; મોકલીને લાભાર્થીઓના એસેસમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે ભારત સરકાર દ્વારા સો ટકા નિઃશુલ્ક ૨૭૪ લાભાર્થીઓને ટ્રાઈસિકલ, હિયરીંગ મશીન,હાથ,પગ વિગેરે અર્પણ કરીને દિવ્યાંગજનો માટે સુખાકારી જીવન જીવવા અહેમ કદમ ભરવામાં આવ્યું છે. રૂા.૩૫ લાખથી વધુના સાધનો વિતરણ કરાશે.
સમાજ સુરક્ષા અધિકારીશ્રી નિર્મલ ચૌધરીએ સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ,જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા વ્યારાના સહયોગથી ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનોના જીવનમાં બદલાવ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. કુલ ૪૩૪ લાભાર્થીઓ પૈકી ૨૭૪ દિવ્યાંગજનોને પ્રથમ તબક્કામાં આ સાધન- સહાય આપવામાં આવી છે. આગામી ૧૩ જુનના રોજ નિઝર ખાતે બાકીના લાભાર્થીઓને આવરી લેવાશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત,વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ સેજલબેન રાણા,એલ્મિકો ના ડો.નિરજકુમાર, મહામંત્રી પંકજકુમાર,કારોબારી અધ્યક્ષ કુલીન પ્રધાન,એપીએમસી પ્રમુખ દામજીભાઈ ગામીત,કલ્પેશભાઈ ઢોડિયા, દક્ષિણાપથ વિદ્યાલયના આચાર્યશ્રી આશિષભાઈ શાહ,સમાજ સુરક્ષા,બાલસુરક્ષા કચેરીના સ્ટાફગણ સહિત દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other