કિયા શેલટોશ ગાડીમાં પ્રોહીબિશનની હેરાફેરી કરતા વિદેશી દારૂના જથ્થા સાથે કુલ સાડા સાત લાખથી ઉપરનો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના મુજબ,
(૧) શ્રી આર.અમે. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી-વ્યારાની સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇ તા.૦૮/૦૬/૨૦૨૩ ના રોજ પો.સ.ઇ.શ્રી. પી.એમ. હઠીલા એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ માણસો સાથે સરકારી વાહનોમાં વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનવાડીથી મીશનનાકા બાયપાસ આવતા રોડ ઉપર ભાટપુર ગામની સીમમાં આવેલ નહેર રોડ પર પ્રોહી નાકા બંધીમાં હતા અને આવતા જતા વાહનો ચેક કરતા હતા દરમ્યાન પાનવાડી તરફથી એક ગ્રે કલરની કિયા શેલટોશ ગાડીની આવતા જે પોલીસની નાકા બંધી જોઇ થોડે દૂર ઉભી રાખી દિધેલ પોલીસ માણસો આ ગાડી તરફ જતા તે ગાડીમાં ચાલક તથા તેની બાજુમાં એક ઇસમ બેસેલ હોય જે ગાડીના ચાલકે પોતાની ગાડી રીવર્સ કરી ભાટપુર ગામ તરફ જવાના રોડ ઉપર પુર ઝડપે હંકારી આ ગાડીનો પીછો કરી અંધારવાડી નજીક ગામની સીમમાં આવેલ કોતરના ખેતરાડી રસ્તા ઉપરથી પકડી પાડી આરોપીઓ ગ્રે કલરની ક્રિયા શેલટોશ ગાડી નંબર MH-09-FQ-2606 ના ચાલક (ર) ગ્રે કલરની કિયા શૈલટોશ ગાડી નંબર MH-09-FQ-2606 ના ચાલકની બાજુમાં બેસેલ અન્ય એક ઇસમ જેના પુરા નામની ખબર નથી તે પોતાના કબ્જાની ઉપરોકત્ત કાર નંબર MH-09-FQ-2606 ની કિ.રૂ.૬,૦૦,૦૦૦/-નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની કંપની સીલબંધ કુલ બોટલો કુલ-૩૯૬ કુલ કિંમત રૂ! ૧,૬૯,૨૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ.૭,૬૯,૨૦૦/- નો મુદ્દામાલ પાકડી પાડી નાશી જઇ ગયેલ આરોપી MH-09-FQ-2606 ના ચાલક તથા ચાલકની બાજુમાં બેસેલ અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :
પો.સ.ઇ.શ્રી, પી.એમ.હઠીલા, એલ.સી.બી.તાપી તથા ASI ગણપતસિંહ રૂપસિંહ, HC લેબજી પરબતજી, HC ધર્મેશભાઇ મગનભાઇ, PC અરૂણભાઇ જાલમસીંગ, અ.પો.કો. રોનક સ્ટીવનસન, PC પ્રકાશભાઇ રામાભાઇ, PC દીપકભાઇ સેવજીભાઇ, તથા PC વિનોદ પ્રતાપભાઇ તથા પો.કોન્સ. વિનોદભાઇ ગોકળભાઇ તથા PC બ્રીજરાસીંહ રસીકસિંહએ કામગીરી કરેલ છે.