તાપી જિલ્લામાં પોષણ પરામર્શની ગુણવત્તા વધારવા માટે માસ્ટર ટ્રેનર્સને ત્રી-દિવસીય તાલીમ આપવામાં આવી

Contact News Publisher

તાપી માહિતી બ્યુરો, તાપી. તા:08: તાપી જિલ્લા આઈસીડીએસ વિભાગ તથા કેર ઈન્ડિયા અને ન્યુટ્રિશન ઈન્ટરનેશનલના નેજા હેઠળ જિલ્લા તાપીમાં પ્રથમ 1000 દિવસના અમલીકરણ સંશોધન પ્રોજેક્ટ હેઠળ માસ્ટર ટ્રેનરની ત્રી-દિવસીય તાલીમનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને તથા કેર ઈન્ડિયાના તાલુકાના પ્રતિનિધિઓની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.

તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને તથા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા , I.C.D.S. પ્રોગ્રામ ઓફીસરશ્રી તન્વી પી પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.

દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોષણ સંબંધિત સૂચકાંકોની વર્તમાન સ્થિતિ અને તાપી જિલ્લામાં પોષણ પરામર્શના મહત્વ પર પ્રકાશ ફેંક્યો હતો. તેમણે જણાવ્યું કે આરોગ્ય, I.C.D.S અને સહયોગી સંસ્થાઓના સતત પ્રયાસોથી સમયની સાથે સમુદાયના પોષક વર્તનમાં બદલાવ આવી રહ્યો છે, અને આ તાલીમ આશા, આંગણવાડી વર્કર, એ.એન.એમ. સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ અને તેમના પરિવારોને પોષણ અને આરોગ્ય સંબંધિત પરામર્શ આપવા માટે તમામ કાર્યકરોની કુશળતામાં નોંધપાત્ર વિકાસ કરશે એમ આશા વ્યક્ત કરી હતી.

કેર ઈન્ડિયાના જિલ્લા કો ઓરડીનેટર ડૉ. રાજુ ટંડેલ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાની તાલીમ બાદ નિઝર બ્લોકના તમામ તાલીમ પામેલ આશા, અને એ. એન.એમ. તથા આંગણવાડી કાર્યકરોને પસંદ કરેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા જૂથોમાં તાલીમ આપવામાં આવશે. જેથી કરીને લાભાર્થીઓને પોષણ સંબંધિત જરૂરી માહિતી ગુણવત્તાયુક્ત રીતે પહોંચાડી શકાય. આ તાલીમમાં ન્યુટ્રીશન ઈન્ટરનેશનલના ડો. રોહન અને કેર ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશનના સિનિયર પ્રોગ્રામ મેનેજર શ્રી વિપિન ગર્ગે પ્રોજેક્ટના મહત્વ વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી.

આ પ્રસંગે આરોગ્ય અને આઈસીડીએસ વિભાગના જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ-કર્મચારીઓ, કેર ઈન્ડિયાના તાલુકાના પ્રતિનિધિઓ દ્વારા માસ્ટર ટ્રેનરને આંતરવ્યક્તિત્વ પોષણ પરામર્શ વિષય પર ત્રણ દિવસીય તાલીમ દરમિયાન વિવિધ મુદ્દાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other