તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન અંદાજીત ૯૪૧૪ બાળકો શાળા-આંગણવાડીમાં પ્રવેશ મેળવશે

Contact News Publisher

શાળા પ્રવેશોત્સવ: ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની
………….
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ
………….
*વીડિયો કોન્ફરન્સમાં તાપી જિલ્લા કલેક્ટરશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં
………….
માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦૬: રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી 12, 13 અને 14 જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે તાપી જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિતના જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ સુચારુરૂપે થાય તે માટે કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ સઘન આયોજન હાથ ધરાવામાં આવ્યું છે. આ પ્રવેશોત્સવ તાપી જિલ્લામાં એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે તથા કન્યા કેળવણીને વધુ પ્રોત્સાહન મળે, ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ બાળકો-વાલીઓમાં ઉત્સાહ રહે તે મુજબનું આયોજન કરવામાં આવશે. જેમાં જન્મના પ્રમાણપત્ર પરથી બાળકને પ્રવેશ અપાશે.

ઉપરાંત શાળા પ્રવેશોત્સવ સમયે સ્કૂલ ઓફ એક્સિલેન્સ, શાળા આરોગ્ય કાર્યક્રમ, બાળકોને પોષણ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે. જેના માટે વિવિધ પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓને રૂટની ફાળવણી કરવામાં આવી રહી છે.

નોંધનિય છે કે , તાપી જિલ્લામાં આ વર્ષે અંદાજિત ૪૮૫ બાળકો ધોરણ-૧માં શાળામાં પ્રવેશ મેળવશે. તથા બાળવાટીકા અંતર્ગત ૫ વર્ષ પુરા કરેલા અંદાજીત ૮૦૫૬ બાળકો, સ્કુલ ડ્રોપ આઉટ 02 બાળકો, તથા આંગણવાડીમાં ૮૭૧ બાળકો મળી કુલ ૯૪૧૪ બાળકો શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બનશે.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other