લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમા રોપા વાવેતર કરી તેને ઉછેરવાના સંકલ્પ સાથે વિશ્વ પયૉવરણ દિનની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજવિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ છાત્રાલયોમાં 110 રોપા જેવા કે આસોપાલવ, ગુલમહોર, સરગવો, ગરમાળો જેવા વિવિધ પ્રકારના છોડના રોપાનું વિદ્યકુંજ વિદ્યાલય વીરપુર, મુસા મદાવ રોડ પર સરકારી પડતર જમીન માં 40 રોપા નું વૃક્ષા રોપણ ડાયરેક્ટર કેતન શાહ અને તેની ટીમ દ્વારા કરી તેનાં વિષે વાર્તાલાપ કરી પર્યા વરણ બચાવી શકાય, ગ્લોબલ વોર્મિંગ અટકાવી શકાય, વાતાવરણ બદલાય, જમીનનો સદ્ઉપયોગ કરવામાં આવે તો માનવ જીવન વધુ ને વધુ સ્વાસ્થય સંબંધી ફાયદા થાય તે સમજણ આપી વૃક્ષોની માવજત, ફાયદા અને ઉપયોગ ની જાણકારી થી વાકેફ કર્યાં, ભવ્ય કુદરતી વારસો જળવાશે.આમ આજે તાપી જિલ્લામાં ખુબ મોટા પ્રમાણમાં જિલ્લા વન વિભાગના અધિકારીઓ તરફથી મફતમાં રોપા મળવાથી અને સહકાર મળવાથી ઠેર ઠેર રોપા વાવેતર કરી તેને ઉછેરવાના સંકલ્પ સાથે પ્રતિજ્ઞા લેવડાવી વિશ્વ પયૉવરણ દિનની ઉજવણી કરવામાં આવી. આમાં ભાજપ નેતા રાજુ મોહિતે પણ ઉપસ્થિત રહ્યાં, લોક વિજ્ઞાન કેન્દ્ર નો સ્ટાફ સાથે શાળાનો સ્ટાફ અને પ્રયાવરણ વિદો હાજર રહી ઉજવણીમાં જોડાયા