તાપી જિલ્લા ખેડુતો જોગ : પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજના હેઠળના લાભાર્થી ખેડૂતોને ફરજીયાત e-KYC કરવા અનુરોધ

Contact News Publisher

માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦૫: ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી ક્રિસાન સન્માન નીધિ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ખેડૂત કુટુંબને રૂપિયા ૨૦૦૦ ના ત્રણ સમાન હપ્તા મુજબ વર્ષિક રૂ. 6000 ની સાથ સરકારશ્રી તરફથી આપવામાં આવી રહેલ છે, જે અંતર્ગત ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા સાહાયનો આગામી હપ્તો જમા થનાર છે. લાભાર્થી ખેડૂતોએ આગામી હપ્તો લેવા માટે KYC અને બેંક ખાતામાં આધાર સિડિંગ ફરજીયાત કરાવી લેવાનું રહેશે.

ખેડૂતો e-KYC વહેલી તકે પૂર્ણ કરે તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામસેવકશ્રીઓ મારક્ત વ્યક્તિગત સંપર્ક કરી e-KYC કરાવવાના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. દરેક ગ્રામ પંચાયત કચેરી પર બાકી e-KYC વાળા ખેડૂતોની યાદી ઉપલબ્ધ છે. e-KYC માટે (૧) લાભાર્થી જાતે મોબાઇલ પરથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકશે. (૨.) ગ્રામ પંચાયત ખાતેના e-Gram સેન્ટર પર વી.સી.ઇ.મારફત (૩.) નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC) (૪.) નજીકની પોસ્ટ ઓફિસ તેમજ (૫.) પી.એમ.ડિસાન મોબાઇલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટીકેશન દ્વારા e-KYC કરવા માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જે માટે સામેલ APK ફાઇલ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવાથી પી.એમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ થશે, જેમાં ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઇ. e-KYC કરવાનું રહેશે. આ ઉપરાંત આ પી.એમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પર જઇ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી શકાય છે, જે ગુગલ પ્લે સ્ટોર પર PMKISANGOI ના નામથી ઉપલબ્ધ છે. વધુમાં યોજનાની વેબસાઇટ http://pkisan.gov.in/ પર FARMERS CORNER માં DOWNLOAD PM KISAN MOBILE APP પર જઇ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી શકાય છે.

પી.એમ કિસાન મોબાઇલ એપ્લિકેશન પર ફેસ ઓથેન્ટીકેશન દ્વારા e-KYC કરવા માટે નીચેના પગલાં અનુસરવા જણાવવામાં આવે છે.

લાભાર્થીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પર એપ ઇન્સ્ટોલ કરો,આધાર નંબર અથવા લાભાર્થી આઇડીનો ઉપયોગ કરીને લોગ-ઇન કરો. લાભાર્થી ખેડૂતના નોંધાયેલા મોબાઇલ નંબર પર ૪-અંકનો OTP મોકલવામાં આવશે,OTP દાખલ કર્યા પછી લાભાર્થી ખેડુત એપમાં લોગ ઇન કરી શકશે.એપમાં લોગ ઇન કર્યા પછી ખેડુતો 30 સેકેન્ડની અંદર ફેસ ઓથેન્ટીકેશન દ્વારા તેમનું e-KYC પૂર્ણ કરી શકશે. પી.એમ કિસાન મોબાઇલ એપ્લિકેશન પર ફેસ ઓથેન્ટીકેશન દ્વારા e-KYC કરવા માટે વપરાશકર્તાએ યોગ્ય નેટવર્ક કનેક્ટિવિટી અને ચહેરા પર યોગ્ય પ્રકાશ તથા ફેસ સ્કેનિંગ સમયે આંખનો પલકારો કરવો જરૂરી છે.
તાપી જિલ્લામાં કુલ ૯૯૯૮૦ એકટીવ ખેડૂતો પૈકી ૭૪૧૦૨ ખેડૂતોએ e-KYC કરાવી લીધું છે, જયારે ૨૫૮૭૮ ખેડૂતોએ હજુ સુધી e-KYC કરાવ્યું નથી. જેથી સત્વરે આ કાર્યવાહી પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવે છે.

વધુમાં PM-KISAN યોજના હેઠળની સહાયના લાભ માટે e-KYC અને બેંક ખાતા સાથે આધાર સિડીંગ કરાવવું ફરજિયાત હોય તમામ ખેડૂતોને બેંક ખાતા સાથે આધાર સિડિંગ કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, તાપીએ તેઓની અખબાયાદીમાં જણાવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *