તાપી જિલ્લા યુવા જોગ “અનુસૂચિત જન જાતિ યુવક-યુવતીઓ માટે તાલુકા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે
તાલીમમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતીઓએ આગામી ૧૫ જુન સુધીમાં નામ નોંધણી કરાવવાની રહેશે
………….
(માહિતી બ્યુરો,તાપી) તા.૦૨ રાજ્ય સરકારનો રમતગમત, અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ, હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત “અનુસૂચિત જન જાતિ યુવક-યુવતીઓ માટે તાલુકા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે.
રાજ્યમાં વસતા અનુસૂચિત જન જાતિના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરી વધુ પ્રમાણમાં અનુસુચિત જન જાતિની વસ્તી ધરાવતા જિલ્લામાં કરવાનું નક્કી કરેલ છે. તદઅનુસાર રાજ્યમાં વસતાં અનુસૂચિત જન જાતિનાં ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
જેમાં પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેજન માર્ગદર્શન આપવામાં આવશે.
શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. આ તાલીમમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતીઓએ આગામી ૧૫ જુન સુધીમાં નામ નોંધણી કરાવવાની રહેશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છિત માત્ર અનુસૂચિત જન જાતિના યુવક યુવતીઓએ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તાપી જિલ્લા સેવા સદન,પાનવાડી, બ્લોક નં,૬ પ્રથમ માળ, વ્યારા નો સંપર્ક સાધવાનો રહેશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000000