તાપી જિલ્લાના ડિસ્ટ્રીક્ટ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ રીપોર્ટ ૨.૦નું વિમોચન કરાયું
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.02- તાપી જિલ્લાનો ડિસ્ટ્રીક્ટ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ રીપોર્ટ ૨.૦ નું વિમોચન રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તથા પ્રભારી સચિવ શ્રી પી.સ્વરૂપ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદન ખાતે કરવામાં આવ્યું હતું.
પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ (એસ.ડી.જી) અંતર્ગત ૧૭ ગોલના આધારે ગુજરાત સરકાર દ્વારા કરેલ રેકિંગમાં તાપી જિલ્લો ૪થા ક્રમે છે. એમ જણાવતા તમામ અધિકારીઓ-પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં મંત્રીશ્રીએ તાપી જિલ્લામાં ખુબ સારી કામગીરી કરવામાં આવી રહી છે એમ કહી જિલ્લા તંત્રની સરાહના કરી હતી.
સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ (એસ.ડી.જી) અંતર્ગત ૧૭ ગોલના આધારે ગુજરાત સરકાર દ્વારા કરેલ રેકિંગમાં તાપી જિલ્લો ૪થા ક્રમે છે. જેમાં તાપી જિલ્લાનો ૧ ગોલ અચિવર તરીકે, ૭ ગોલ ફ્રન્ટ રનર તરીકે, ૫ ગોલ પરફોર્મર અને ૧ ગોલ એસ્પીરન્ટ તરીકે જોવા મળે છે.
તાપી જિલ્લાની ગુજરાત રાજ્યની સ્થિતિ સાથે જોતા કુલ ૧૪ ગોલ પૈકી ૯ ગોલ ગુજરાત રાજ્યથી વધુ પરફોર્મન્સ ધરાવે છે. જ્યારે ૫ ગોલ રાજ્યથી ઓછું પરફોર્મન્સ ધરાવે છે, અને ૫ ગોલમાં ૧ થી ૧૦ ક્રમાંકમાં આવે છે.
સતત વિકાસ લક્ષ્યાંક SDGs સાથે સંલગ્ન જુદા જુદા લક્ષ્યાંક જે વૈશ્વિક રીતે સામાજીક, આર્થિક અને પર્યાવરણલક્ષી પરીપેક્ષ્યને ધ્યાનમાં રાખીને ૧૨૬ નિર્દેશકોના સંદર્ભમાં વાસ્તવિક રીતે તાપી જિલ્લા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ(એસ.ડી.જી) સાથે સંકળાયેલ ક્ષેત્રો જેવા કે આરોગ્ય, શિક્ષણ, પોષણ, પર્યાવરણ, રોજગારી, ગરીબી નિવારણ વગેરેની સ્થિતિ અંગેની વિગતો રજુ કરવામાં આવેલ છે.
SDG 2.0 પુસ્તકનું વિમોચન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણી, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ, પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, ડી.એફ.ઓ. શ્રી પુનીત નૈયર સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા આયોજન અધિકારીશ્રી વગેરેની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦૦