કેવિકે તાપી વ્યારા ખાતે ચોમાસુ પાકોમાં બીજ માવજત વિષય ઉપર ખેડૂત શિબિર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે તા. ૩૦/૦૫/૨૦૨૩ના રોજ ધાનુકા એગ્રીટેક લી. અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “ ખરીફ પાકોમાં બીજ માવજત” વિષય ઉપર ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. જેમાં તાપી જીલ્લાના કુલ ૮૦ ખેડૂત બહેનો અને ભાઇઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વરિસ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. ડૉ. પંડ્યાએ ખરીફ પાકોમાં થતાં ફૂગજ્ન્ય રોગોથી ખેડૂતોને અવગત કરી બીજ માવજતના ફાયદા જણાવ્યાં હતા.
ધાનુકા એગ્રીટેક લી. અમદાવાદના ડીજીએલ શ્રી સી. એન. પટેલએ ધાનુકા કંપની વિષે માહિતી આપતાં જણાવ્યુ હતું કે આ કંપની ૪૩ વર્ષ જૂની કંપની છે. અને હર હંમેશ ખેડૂતોના પ્રશ્નો સાંભળી તેના માટેનાં અનુકુળ ખેતીલક્ષી ઉત્પાદનો બનાવે છે. તેમણે કંપનીના ઉત્પાદનો જેવાં કે કેમ્પા, વિટાવેક્ષ પાવડર વિગેરે વિષે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી.
ધાનુકા એગ્રીટેક લી. અમદાવાદના એસ.એમ.ઇ શ્રી મયુરભાઇ અમેટાએ કંપની દ્વારા ઉત્પાદિત નિંદામણનાશક દવા કેમ્પા વિષે તાંત્રિક માહિતી આપી જણાવ્યું હતું કે આ દવાથી બધાં જ પ્રકારના નિંદામણનો નાશ થાય છે તેમજ પર્યાવરણને કોઇપણ આડઅસર થતી નથી.
કેવિકેના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક ડો. એચ. આર. જાદવએ ખરીફ પાકોમાં બીજ માવજતની જૂદી-જૂદી પધ્ધતિઓ વિષે સવિસ્તાર સમજણ આપી હતી. કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા રોગ – જીવાતોને લગતાં પ્રશ્નોનું વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું. આભારવિધિ ધાનુકા એગ્રીટેક લી. અમદાવાદના સિનિયર એરીયા મેનેજર શ્રી કે. બી. પટેલએ કરી હતી. જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન કેવિકેના પશુ વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. જીગર બુટાણીએ કર્યુ હતુ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other