સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં પોલિયો રાઉન્ડ પ્રથમ દિવસે ૫૮૮૧૩, ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલિયોની રસીના ડોઝ અપાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લામાં પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.૨૮ મે ૨૦૨૩ થી ત્રિદિવસીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. તાપી જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૫૭૦૫૭ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવા કૂલ-૫૨૯ બુથ, ૩૨ ટ્રાન્ઝીટ ટીમ, ૧૫ મેળા બજાર ટીમ, ૧૦ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવેલ હતુ, જેમાં તાલીમબધ્ધ ૨૨૩૦ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો મારફત પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવી હતી.
સબ નેશનલ પલ્સ પોલિયો રાઉન્ડના પ્રથમ દિવસે જીલ્લાના તમામ બુથ પર પદાધિકારીશ્રીઓ, ચુટાયેલાં સભ્યશ્રીઓ, ગામના આગેવાનો દ્વારા પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા દ્વારા નિઝર ખાતે પોલિયો બુથ તથા આઉટરીચ એક્ટિવિટીનું નિરિક્ષણ કર્યુ હતુ. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ એ.વસાવા અને જીલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી, ડો.બિનેશ ગામીત અર્બન હેલ્થ સેન્ટર, વ્યારા ખાતે બુથ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને જીલ્લાના અલગ અલગ બુથ અને સેશન સાઈટની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યુ હતુ. તાપી જીલ્લામાં તાલુકા લાયઝન અધિકારીશ્રીઓ દ્વારા તાલુકાની વિવિધ સાઈટ અને કામગીરીનું સઘન મોનીટરીંગ અને સુપરવિઝન કરવામાં આવ્યુ હતુ.
સબ નેશનલ પલ્સ પોલિયો રાઉન્ડના પ્રથમ દિવસના અંતે કુલ-૫૮૮૧૩ ( ૮૬.૧૪ ટકા) ૦-૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. હવે પછી પોલિયોની રસીમાં બાકી ૦-૫ વર્ષના બાળકોને તા.૨૯-૦૫-૨૦૨૩ અને તા.૩૦-૦૫-૨૦૨૩ દરમ્યાન આરોગ્ય કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈ પોલિયોની રસી પીવડાવવામાં આવશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other