તાપી જીલ્લામાં ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 દ્વારા પાઇલોટ દિવસની ઉજવણી કરાઈ

Contact News Publisher

૨૬મી મે, ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ – ૧૦૮ ઉજવે છે “પાઇલોટ દિવસ” : જીવન રક્ષક પાઇલોટ ને ૧૦૮ સલામ કરે છે.
કટીબધ્ધતા, સમર્પણ અને જવાબદારીની સંકિલત ઓળખ એટલે ૧૦૮ સેવાના પાયલોટ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૧૦૮ ઇમરજ્ન્સી સેવા, ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજરાત સરકાર ની લોક્ભાગીદારીથી આજે વિશ્વાસ અને ચોક્ક્સાઇનો પયાર્ય બની ગયો છે, કે જે તમામ પ્રકારની ઇમરજ્ન્સી ને પ્રતિસાદ આપવા કટીબધ્ધ છે. અને સાથે સાથે તેના કાર્યથી લોકમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ અભુતપુર્વ છે. આ સેવા પોલીસ, આગ કે આરોગ્ય સંબંધીત ઇમરજ્ન્સી સેવા ૨૪x૭ રાજ્યભરમાં પુરી પાડે છે. આ સેવામાં પાઇલોટ (એમ્બ્યુલન્સ ના ચાલક) કે જે પીડીતને સત્વરે ઇમરજ્ન્સી સારવારમાં મદદરૂપ થવા માટેની મહત્વની કડી છે. આજનો દિવસ ૧૦૮ સેવા અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના ઇતિહાસ માં ખુબ જ મહત્વપુર્ણ છે.
૨૬મી મે “પાઇલોટ દિવસ” તરીકે ઊજવાય છે અને આ દિવસે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના દ્વારા પાઇલોટની નિ:સ્વાર્થ સેવા બદલ તેમનું સન્માન કરવામાં આવે છે. કોઇપણ કટોકટી સમયે, પ્રત્યેક સેકન્ડ મુલ્યવાન હોય છે. સત્વરે ઇમરજ્ન્સી રીસપોન્સ CPR, ફાયરફાઈટીંગ, એસ્ટ્રીકેશન અને પ્રાથમિક સારવાર મહામુલી માનવ જીદંગી બચાવે છે, ઇ.એમ.ટી ની સાથે સાથે, પીડીતને સલામતીથી હોસ્પિટલ સુધી પહોચાડવા માટે પાઇલોટની ભુમિકા મહત્વની છે. કટોકટીના સમયે, મહામુલી માનવ જીદંગી બચાવવા, બીજા અન્ય ઘટકો પણ મહત્વનાં છે, જેમકે પીડીતને સલામતીથી એવી રીતે પરિવહન કે ખસેડવાં કે જેનાથી તેમને કોઇપણ ઇજા કે હાનિ પહોચે નહી. સ્થળ પર ઘાયલ કે દર્દીઓના હિતમાં સલામતી અને ચતુરાઇભર્યુ નિયંત્રણ કરવું પણ એ પાઇલોટનું વિશેષ કાર્ય છે. આજના આ અત્યાધુનિક યુગમાં ૧૦૮ સેવાના પાઇલોટ પણ સુસજ્જ ટેક્નોલોજી અને સ્માર્ટફોનની મદદથી દર્દીને ખુબજ ઝડપથી યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડે છે. ૨૬મી મે, કટોકટી સમયે, મહામુલી માનવજીદંગી બચાવનારા પાયલેટને સર્મપિત છે કે જેઓ મુશ્કેલભર્યો માર્ગ, માર્ગની પરિસ્થિતિ, સમય, વાતાવરણ અને સ્થળ પરની કપરી પિરિસ્થિતને પહોંચી વળવા સક્ષમ અને કટિબદ્ધ છે.
આ સેવાને બીજી સેવાઓ કરતાં અલગ પાડે છે ૧૦૮ ટીમ નો અદ્મ્ય ઉત્સાહ, અખંડીતતા, સહાનુભુતિ, પ્રયોજન અને વહીવટી કુશળતા કે જે સ્પષ્ટપણે દ્રશ્યમાન અને ચર્ચાય છે.

EMRI Green health serviceમાં 26/05/2023ના રોજ પાયલોટ ડે નિમિત્તે ઉપસ્થિત મહેમાન શ્રી તાપી જિલ્લાના શ્રી DDO sir, Emri Green health serviceના 108 ઓપરેશન હેડ શ્રી સતીષ પટેલ સર, MHU ઓપરેશનના હેડશ્રી હરીન્દ્રવાલાસર તથા હિરેનસર અને South ઝોન ના જિલ્લા શ્રી પ્રોગ્રામ મેનેજર ,EME ઉપસ્થિત રહયા હતા. ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ ના 108, ખિલખિલાટ, 1962, MVD, 181, MHU તમામ પ્રોજેક્ટના કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સન્માન અને એવોર્ડ :-
સમગ્ર ગુજરાતમાંથી દરેક જીલ્લામાં વર્ષ દરમિયાન ઉમદા કામગીરી બદલ ૧૦૮, ખિલખિલાટ, ૧૯૬૨, ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું ,ધન્વંતરિ આરોગ્ય રથ ,આરોગ્ય સંજીવની સેવામાં કાર્યરત  પાઇલોટ, કેપ્ટન, તથા ડ્રાઇવરને સન્માનીત કરવામાં આવેલ.
ઇએમઆરઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ રાજ્યનાં તમામ જીલ્લાંને આવરી લઈ કુલ ૮૦૦ જેટલી અત્યાધુનિક એમ્બ્યુલન્સનાં કાંફલાં સાથે કાર્યરત છે અને ૨૯ ઓગસ્ટ, ૨૦૦૭ થી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા અત્યાર સુધી કટોકટીની પરિસ્થિતિમાં ૧ કરોડ ૪૭ લાખ કરતાં વધુ ઇમરજન્સીના કિસ્સામાં સેવા પૂરી પાડી છે અને આ ૧૫ વર્ષના સમયગાળામાં ૧૩.૬૫ લાખ કરતાં વધુ લોકોની મહામુલી જીંદગી બચાવી આ સેવાનું એક ઉમદા ઉદાહરણ પુરું પાડેલ છે.ફરજ દરમ્યાન અંગત અને કૌટુંબિક આપદાઓને પણ જાહેરહિતમાં બાજુએ રાખી ફરજ બજાવેલા વિશિષ્ટ કર્મીઓને પણ તેમની કાર્યનિષ્ઠા અને સમર્પણ માટે બિરદાવવામાં આવેલ છે.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other