જાહેર જનતા હોય કે સરકારી અધિકારી-કર્મચારી તમામ વ્યક્તિઓએ લાયસન્સ, હેલ્મેટ, સીટબેલ્ટ બાંધવા જેવા તમામ નિયામોનું ચુસ્તપણે પાલન કરવાનું રહશે”-જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ

Contact News Publisher

તાપી જિલ્લા “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાઇ

માહિતી બ્યુરો, તાપી તા.૨૬ તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેકટરશ્રીના ચેમ્બરમાં યોજાઇ હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં જે સ્થળોએ ફેટલ અકસ્માત થયાં છે તેવા સ્થળોની સંયુક્ત તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા, રોડ પર જ્યાં શાળાઓ આવેલી હોય તેની આસપાસ સ્પીડ બ્રેકર મુકાવવા અને યોગ્ય સાઇનેજીસ લગાવવા,ઓવર સ્પીડીંગ, મોબાઇલ પર વાત, નાની ઉંમરે વાહન ચલાવવું, જેવા ગંભીર ગુન્હાઓ અંગે ખાસ ચેકીગ કરવાની સાથોસાથ રોડ પર રખડતા પશુઓને નિયંત્રણ કરવાની સુચના આપી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

વધુમાં રોડ સેફ્ટી ભાગરૂપે વિવિધ અવેરેનેશના કાર્યક્રમો કરી રોડ અકસ્માત ઘટાડવાના સઘન પ્રયત્નો કરવા જણાવ્યું હતું. આમ નાગરીક હોય કે પછી સરકારી અધિકારી હોય કે કર્મચારી હોય ગાડી ચલાવતી તમામ વ્યક્તિએ લાયસન્સ, હેલ્મેટ, સીટબેલ્ટ બાંધવા જેવા નિયામોનું ચુસ્તપણે પાલન કરવાનું રહશે તેમ કડક શબ્દોમાં જણાવ્યું હતુ.

વધુમાં તમામ ગ્રામ સભામા અને શાળા -કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાય તે માટે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સાથે તલસ્પર્શી સંવાદ કરીને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન, ડ્રાઈવિંગ લાયસન્સની અગત્યતા, વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સહિત સલામત ડ્રાઈવીંગ કરવાથી અકસ્માતો જેવી ઘટનાઓની અટકાયત અંગે માહિતગાર કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં જણાવ્યું હતું. ગ્રામ્યસ્તરે લાઇસન્સ માટે ખાસ કેમ્પોનું આયોજન કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી એસ. કે. ગામીત દ્વારા રોડ સેફ્ટી સંબંધિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ,નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી, જિલ્લા પોલિસ અધિકક્ષક શ્રી રાહુલ પટેલ, સંબધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other