તાપી જિલ્લામાં “મિશન અમૃત સરોવર” અંતર્ગત અમૃત સરોવરના સુશોભન અને સહભાગીદારિતા વધારવા પંચાયત લેવલના પ્રતિનિધી અને ઓફીસરનો વર્કશોપ યોજાયો

Contact News Publisher

માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા 24: તાપી જિલ્લામાં “મિશન અમૃત સરોવર” અંતર્ગત અમૃત સરોવરના સુશોભન અને સહભાગીદારિતા વધારવા પંચાયત લેવલના પ્રતિનિધી અને ઓફીસરનો વર્કશોપ જિલ્લા પંચાયત હોલ ખાતે સિંચાઇ વિભાગના કા.પા.ઇશ્રી ડી.આર.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ વર્કશોપમાં કા.પા.ઇશ્રી ડી.આર.પટેલે સૌને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, “મિશન અમૃત સરોવર” થકી સમગ્ર દેશમાં અમૃત સરોવરના નિર્માણનો ઉદ્દેશ દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવર (તળાવ) નું નિર્માણ અને વિકાસ કરવાનો છે. આ ઉપરાંત દરેક અમૃત સરોવર ઓછામાં ઓછો ૧ એકર (૦.૪ હેક્ટર) તળાવ વિસ્તાર હશે જેમાં લગભગ ૧૦,૦૦૦ ઘન મીટરની પાણીની સંગ્રહ ક્ષમતા હશે. એમ માહિતી આપી હતી.
તેમણે આ સરોવરના નિર્માણ માટે લોકોની સહભાગીતા અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, અમૃત સરોવરના અમલીકરણના તમામ સ્તરે લોકો ભાગીદારી ખુબ જ જરૂરી છે. તાપી જિલ્લામાં ૨૦ અમૃત સરોવરો નિર્માણ પામી ચુક્યા છે જયારે અન્ય ૫૫ સરોવરના નિર્માણ માટે લોકફાળો અને સીએસઆર યોગદાન દ્વારા પણ મદદ મેળવી શકાય છે. સરોવર સાઇટ પર બ્યુટિફિકેશનના કામો જરૂરી દાન મેળવી કરી શકે છે. તથા દરેક સ્વતંત્રતા દિવસના અવસરે અમૃત સરોવર કાર્યસ્થળ પર મહાનુભાવો દ્વારા ત્રિરંગો લહેરાવવામાં આવશે. તથા વિવિધ સ્તરે પ્રગતિની નિયમિત સમીક્ષા અને નિરીક્ષણ કરવામાં આવશે જેના માટે કમિટીની નિમણૂંક કરવામાં આવશે. ઉપરાંત અમૃત સરોવરને ગામમાં ફરવા લાયક રમણિય સ્થળ તરીકે વિકસિત કરવા અમૃત સરોવર સાઇટ પર વિવિધ બ્યુટિફિકેશનના કામો હાથ ધરવામાં આવશે.
નોંધનિય છે કે, ૨૪મી એપ્રિલ ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય પંચાયત દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાનશ્રી દ્વારા ‘મિશન અમૃત સરોવર’ની શરુઆત કરવામાં આવી હતી. તમામ “અમૃત સરોવર” આગામી ૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાનું સઘન આયોજન તાપી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ છે.
૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *