જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા હરીપુરા સ્ટ્રીટ ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા હરીપુરા સ્ટ્રીટ ખાતે રકતદાન શિબિરનું આયોજન કરી 18 બોટલ એકત્ર કરી ડાયરેક્ટર કેતન શાહ એ પોતાના લગ્નજીવનના 28 વર્ષ પૂરા અને પુત્ર ના જન્મદિન ને વિશિષ્ટ રીતે ઉજવણી એટલે કે રકતદાન કેમ્પ કરી ઉજવ્યો.
આ કાર્યક્રમ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ તાપી ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રકતદાન શિબિર માં વ્યારા ના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી ઉપસ્થિત રહ્યા હતા તે ઓએ માર્ગદર્શન આપી સૌ ને શુભેચ્છા પાઠવી સમાજજીવન ના વધુ કાર્યો કરતાં રહો અને આવનારી નવી પેઢી ને પ્રેરણા મળી રહે તેવો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. જીલ્લા ના ડાયરેકટર અને સંકલન અઘ્યક્ષ કેતન શાહ દ્વારા સૌ ને આવકાર સ્વાગત સન્માન બૂક અને બુકે થી કરી સૌ નો આભાર માન્યો. આ શિબિર માં પ્રાથમિક સંઘ ના અર્જુન ગામીત, મહેશ ગામીત, આચાર્ય સંઘ ના નરેશ ગામીત, નગર ઉપપ્રમુખ રાજુ શાહ, પ્રદેશ કારોબારી રાકેશ મહાલે, ડાંગ જિલ્લા પ્રભારી રાજુ મામા, રાકેશ કાચવાલા , બ્લડ કેમ્પ ના ડૉ. તેજશ, શાંતિલાલ તથા ટીમ ઉપસ્થિત રહ્યા હતાં. આ શિબિરમાં રક્તદાતાઓ ને સૌ એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને સરહનીય કાર્ય કરવા બદલ ગૌરવ વ્યક્ત કરવામાં આવ્યું હતુ.